Site icon Revoi.in

પીએમ મોદી આજે છત્તીસગઢ અને તેલંગણાની લેશે મુલાકાત, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કરશે

Social Share

દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્રલમોદી ઝએરોજ 3જી ઓક્ટબરકે તેલંગણા અને છત્તીસગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છએ આ દરમિ.યાન તેઓ અનેક પ્રોજકેટ્નું ઉદ્ધાટન તથા શીલાન્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીને લઈને આ બન્ને રાજ્યોની મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે.

પીએમ મોદી છત્તીસગઢ અને તેલંગાણાને રૂ. 34 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ આપશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
આ બબાતને લઈને વડા પ્રધાન કાર્યાલય એ જણાવ્યું હતું કે PM મોદી છત્તીસગઢના જગદલપુરથી રાજ્યમાં રૂ. 26,000 કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સિવાય તે તેલંગાણાના નિઝામાબાદમાં 8,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

આ સરહીત આજરોજ પીએમ મોદી બીજી તરફ તેલંગાણામાં NTPCના તેલંગણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના 800 મેગાવોટ પાવર જનરેશન યુનિટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ મનોહરાબાદ અને સિદ્દીપેટ વચ્ચે નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કરશે અને ધર્માબાદ-મનોહરાબાદ અને મહબૂબનગર-કુર્નૂલ વચ્ચેની રેલ્વે લાઇનનું વીજળીકરણ કરશે. આ સિવાય તેઓ અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.