- પીએમ મોદી દહેરાદૂનની મુલાકાત કરશે
- કરોડો રુપિયાની યોજનાનો શિલાન્યાસ કરશે પીએમ મોદી
દહેરાદૂનઃ- આજ રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુકાત કરવાના છે, કહેવાય રહ્યું છે કે પીએમ મોદી આવનારી વિધાનસાભાની ચૂંટણીનો બિગૂલ ફૂંકશે.આ સાથે રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે પાર્ટી એક લાખથી પણ વધુ લોકોને મેદાનમાં એકઠા થવાનું લક્ષ્ય રાખી રહી છે,આ માટે અધિકારીોથી લઈને પ્રદેશ અધ્યક્ષને મોપ્ચાની કતમાન્ડ સંભાળવા મેદાનમાં ઉતાર્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે વડાપ્રધાનને સાંભળવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂર-દૂરથી લોકો પોતાના માધ્યમથી દહેરાદૂન પહોંચી રહ્યા છે. પીએમ મોદી અનેક યોજનાોનો શિલાન્યાસ કરશે અને 18 હજાર કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
આ સાથએ જ સીએમ એ જણાવ્યું કે તેમના આગમનથી આપણા બધામાં નવી ઉર્જાનો સંચાર થશે. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડ ભાજપના ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ દેહરાદૂન આવી પહોંચ્યા છે. સહ-ચૂંટણી પ્રભારી આરપી સિંહ, લોકેટ ચેટર્જી અને અન્ય નેતાઓએ પણ દહેરાદૂનમાં ધામા નાખ્યા છે. મુખ્યપ્રધાન સાથે ચૂંટણી પ્રભારીએ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેલી સ્થળની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાનની જાહેરસભા સાથે ભાજપના ચૂંટણી પ્રચારની જાહેરાત થશે. આ સાથે જ પીએમ ના આગમનને લઈને અત્યારથી જ લોકોમાં ભારે ઉત્સાહ અ જોવા મળી રહ્યો છે. પાંચ વર્ષમાં સરકારે ઐતિહાસિક કાર્યો કર્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારનું કામ અને ધામીના યુવા નેતૃત્વથી ભાજપની સરકાર બનશે અને ઉત્તરાખંડનું સપનું સાકાર થવાની આશાઓ સેવાઈ રહી છે.
પીએમ મોદીનો ઘટના કાર્યક્રમ
- 25 વાગ્યે વાયુ સેનાના વિમાન દ્વારા જોલીગ્રાંટ પહોંચશે
- 13.30 વાગ્યે એમ આઈૃ17 હેલીકોપ્ટર દ્રારા દહેરાદૂન માટે રવાના થશે
- 12.50 વાગ્યે પરેડ ગ્રાઉન્ડના ખેલ પરિસર સ્થિત હેલીપેડ પર લેન્ડ થશે ત્યાર બાદ પ્રદર્શનીનું અવલોકન કરશે
- 1 વાગ્યે લઈને 7 મિનિટે તેમનું આગમન થશે
- 1 .30 વાગ્યાથી યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
- 1 .35 મિનિટથી લઈને 2 વાગ્યેને 15 મિનિટ સુધી જનતાને સંબોધન કરશે
- 2.55 વાગ્યે દિલ્હી માટે પ્રસ્થાન કરશે