નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જુલાઇ, 2022ના રોજ દેવઘર અને પટનાની મુલાકાત લેશે. આશરે બપોરે 1.15 વાગે, પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,000 કરોડથી પણ વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 2.40 વાગે, પ્રધાનમંત્રી બાર જ્યોર્તિલિંગો પૈકીના એક બાબા બૈદ્યનાથ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરશે. સાંજે 6.00 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી પટનામાં બિહાર વિધાનસભાની શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કરશે.
માળખાકીય વિકાસને ઉત્તેજન આપવા, પરિવહન સુવિધાઓમાં વધારો કરવા અને વિસ્તારના લોકોના જીવન જીવવાની સરળતા પ્રેરિત કરવા માટે વડાપ્રધાન દેવઘરમાં રૂપિયા 16,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને તેનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓ પ્રદેશમાં સામાજિક-આર્થિક સમૃદ્ધીમાં નોંધપાત્ર રીતે વધારો કરવામાં મદદ કરશે.
સમગ્ર દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ ગણાતા બાબા બૈદ્યનાથ ધામ સુધી સીધું હવાઇ જોડાણ પૂરું પાડવા માટે મહત્વપૂર્ણ પગલાં તરીકે પ્રધાનમંત્રી દેવઘર હવાઇમથકનું ઉદ્ઘાટન કરશે. તેનું બાંધકામ આશરે રૂપિયા 400 કરોડની આસપાસના અંદાજિત મૂલ્યથી કરવામાં આવ્યું છે. હવાઇમથકનું ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક પાંચ લાખથી વધારે મુસાફરોને સેવા પૂરી પાડવા માટે સજ્જ છે.
દેવઘરમાં આવેલી એઇમ્સ સમગ્ર વિસ્તારના લોકોના આરોગ્ય સંભાળ માટે આશિર્વાદ સમાન છે. વડાપ્રધાન દેવઘરમાં આવેલી એઇમ્સ ખાતે ઇન-પેશન્ટ વિભાગ (IPD) અને ઓપરેશન થિયેટર સેવાઓ રાષ્ટ્રને સમર્પિત કરવાના હોવાથી દેવઘર ખાતે આવેલી એઇમ્સની સેવાઓને વધારે ઉત્તેજન મળશે.
સમગ્ર દેશભરના ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળો ખાતે વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ વિકસાવવી અને આવા તમામ સ્થળો પર પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે પ્રધાનમંત્રીની કટિબદ્ધતા પ્રવાસન મંત્રાલયની PRASAD યોજના અંતર્ગત મંજૂર કરાયેલા “બૈદ્યનાથ ધામનો વિકાસ, દેવઘર” પરિયોજનાઓના ઘટકો તરીકે વધારે ગતિ પ્રાપ્ત કરશે, જેનું વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે. વડાપ્રધાન દ્વારા આ પરિયોજનાઓના ઉદ્ઘાટનમાં વિવિધ વિકાસ કાર્યો ઉપરાંત જાસલર તળાવ કિનારાનો વિકાસ અને શિવગંગા તળાવ વિકાસ તરીકે દરેકની 2000 શ્રદ્ધાળુઓની ક્ષમતા સાથે બે વિશાળ તીર્થયાત્રા સભાગૃહના વિકાસનો સમાવેશ થાય છે. આ નવી સુવિધાઓ બાબ બૈદ્યનાથ ધામની મુલાકાત લઇ રહેલા લાખો શ્રદ્ધાળુઓના પ્રવાસન અનુભવ વધુ સમૃદ્ધ બનાવશે.