- પીએમ મોદી આવતી કાલથી ગુજરાતની મુલાકાતે
- 2 દિવસની મુલાકાતમાં અનેક પ્રોજેક્ટનું કરશએ લોકાર્પણ
- જૂનાગઠ અને રાજકોચની લેશે મુલાકાત
ગાંઘીનગરઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશના અનેક રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યા છએ ત્યારે ખઆસ કરીને ગુજરાત વિધાનસભઆની ચૂંટણીને લઈને તેઓ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે આ જ શ્રેણીમાં આવતી કાલે એટલે કે 18 ઓટ્કોબરના રોજ પીએમ મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે 19મી ઑક્ટોબરના રોજ સવારે 9:45 વાગ્યે વડા પ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે ડિફએક્સપો22નું ઉદ્ઘાટન કરશે. બપોરે 12 વાગ્યે વડાપ્રધાન અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે.
આ સાથે જ બપોરે 3:15 વાગ્યે પીએમ મોદી જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. અને સાંજે 6 વાગ્યે, તેઓ ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 નું પણ ઉદ્ઘાટન કરશે અને રાજકોટમાં બહુવિધ ચાવીરૂપ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ સાંજે 7:20 વાગ્યે રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવાનાન છે.
જો પીએમ મોદીના બીજા દિવસની મુલાકાતની વાત કરવામાં આવે તો 20 ઓક્ટોબરના રોજ તેઓ સવારે 9:45 વાગ્યે, કેવડિયા ખાતે વડાપ્રધાન દ્વારા મિશન લાઇફનું લોકાર્પણ કરવામાં આવશે. બપોરે 12 વાગે વડાપ્રધાન કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે 3:45 કલાકે તેઓ વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે.
આ સાથે જ વડાપ્રધાન મોદી બુધવારના વડાપ્રધાન જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવી રહ્યા છે. જ્યાં બપોરના 1.30 કલાકે કાર્યક્રમ યોજાશે. જેમાં 3 કલાકે વડાપ્રધાન પધારશે જેમાં કુલ 4.155 કરોડના વિકાસના કામોની જાહેરાત થશે અને ખાતમુહુર્ત કરાશે. જેમાં ખઆસ કરીને જૂનાગઢ ખાતે બે પાણી પુરવઠા પ્રોજેક્ટ અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉન સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.
આ સહીત પોરબંદર ખાતે, પ્રધાનમંત્રી શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી મંદિર, માધવપુરના સર્વાંગી વિકાસ માટે શિલાન્યાસ કરશે. તેઓ પોરબંદર ફિશરી હાર્બર ખાતે ગટર અને પાણી પુરવઠાના પ્રોજેક્ટ અને જાળવણી ડ્રેજિંગ માટેનો શિલાન્યાસ પણ કરશે. ગીર સોમનાથ ખાતે તેઓ માધવાડ ખાતે ફિશિંગ પોર્ટના વિકાસ સહિત બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે