પીએમ મોદી આવતીકાલે પોતાના સંસદિય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે, વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે
- પીએમ મોદી વારાણસીની લેશે મુલાકાત
- ક્ષય દિવસ પર કાર્યક્રમને કરશે સંબોધિત
લખનૌ- દેશના પ્રધાનમંત્રી અવાર નવાર દેશના જૂદા જૂદા રાજ્યોની મુલાકાતે હોય છે તેઓ પ્રજા વચ્ચે સતત સંબોધિત કરતા રહે છએ ત્યારે આવતીકાલે 24 માર્ચે વિશ્વ ટિબી દિવસ છે આ દિવસ પર પીએમ મોદી વારાણસીની મુલાકાતે આવવાના છે જ્યા તેઓ જનસભાને પણ સંબોધવાના છે.
પીએમ મોદી ક્ષય દિવસ નિમિત્તે તેમના મતવિસ્તાર વારાણસીમાં હશે અને ક્ષય રોગ પરની વૈશ્વિક પરિષદ ‘વન વર્લ્ડ ટીબી સમિટ’ને સંબોધિત કરશે અને ટીબી મુક્ત પંચાયત પહેલનું ઉદ્ઘાટન કરશે.આ દરમિયાન રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે. તેઓ સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 1780 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સમાં 30થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. બુધવારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે, મોદી તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન વારાણસીમાં રૂ. 1,880 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કરશે.
પીએમ મોદીની મુલાકાત દરમિયાન અર્બન ટ્રાન્સપોર્ટ રોપવેનો શિલાન્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત નમામિ ગંગે દ્વારા પ્રસ્તાવિત ભગવાનપુર એસટીપી રૂ. 308 કરોડથી બનાવવામાં આવશે જેથી ગંદા પાણી સીધું ગંગામાં ન જાય. બીજી તરફ ગંગાના પૂરના પાણીને આગળના ઘાટ વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા માટે 2.25 કરોડના ખર્ચે ફ્લિપર ગેટ બનાવવામાં આવશે. પીએમ તેનો શિલાન્યાસ કરશે.