1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી 1થી 2 માર્ચનાં રોજ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે
PM મોદી 1થી 2 માર્ચનાં રોજ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે

PM મોદી 1થી 2 માર્ચનાં રોજ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે

0
Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1થી 2 માર્ચનાં રોજ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 1 માર્ચનાં રોજ સવારે 11 વાગે ઝારખંડનાં ધનબાદનાં સિંદરી પહોંચશે અને એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ ઝારખંડમાં રૂ. 35,700 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 3 વાગે એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ પશ્ચિમ બંગાળમાં હુગલીમાં આરામબાગમાં રૂ. 7,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી 2 માર્ચનાં રોજ સવારે 10:30 વાગે પશ્ચિમ બંગાળનાં નાદિયા જિલ્લાનાં કૃષ્ણનગર પહોંચશે, જ્યાં તેઓ રૂ. 15,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 2:30 કલાકે બિહારનાં ઔરંગાબાદમાં રૂ. 21,400 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સાંજે 5:15 વાગ્યે, પ્રધાનમંત્રી બિહારના બેગુસરાય પહોંચશે, જ્યાં તેઓ એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને દેશભરમાં આશરે 1.48 લાખ કરોડ રૂપિયાના તેલ અને ગેસ ક્ષેત્રના અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ અને શિલાન્યાસ કરશે, અને બિહારમાં 13,400 રૂપિયાથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી ધનબાદનાં સિંદરીમાં જાહેર કાર્યક્રમનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે તથા ખાતર, રેલવે, વીજળી અને કોલસા ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (એચયુઆરએલ) સિંદરી ફર્ટિલાઇઝર પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. 8900 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ ફર્ટિલાઇઝર પ્લાન્ટ યુરિયા સેક્ટરમાં આત્મનિર્ભરતા તરફનું એક પગલું છે. એનાથી દેશમાં દર વર્ષે આશરે 12.7 એલએમટી સ્વદેશી યુરિયાનું ઉત્પાદન થશે, જેનાથી દેશનાં ખેડૂતોને લાભ થશે. ગોરખપુર અને રામગુંડમમાં ખાતર પ્લાન્ટને પુનર્જીવિત કર્યા પછી, દેશમાં પુનર્જીવિત થનારો આ ત્રીજો ખાતર પ્લાન્ટ છે, જેને વડા પ્રધાને અનુક્રમે ડિસેમ્બર 2021 અને નવેમ્બર 2022 માં રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. પ્રધાનમંત્રી ઝારખંડમાં રૂ. 17,600 કરોડથી વધારેનાં મૂલ્યનાં કેટલાંક રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. 

પ્રધાનમંત્રી ઝારખંડમાં ઉત્તર કરણપુરા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ (એસટીપીપી), ચતરાના યુનિટ 1 (660 મેગાવોટ) સહિત મહત્વપૂર્ણ વીજ પ્રોજેક્ટ દેશને પણ સમર્પિત કરશે. 7500 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યમાં વિકસિત આ પ્રોજેક્ટથી આ વિસ્તારમાં વીજ પુરવઠો વધશે. તે રોજગાર નિર્માણને પણ વેગ આપશે અને રાજ્યમાં સામાજિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. ઉપરાંત પ્રધાનમંત્રી ઝારખંડમાં કોલસા ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code