- પીએમ મોદી 11 ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશએ
- આ સાથે જ મહારાષ્ટ્રમાં અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશના રાજ્યોમાં જતા જોવા મળે છે તેઓ અનેક યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરતાલહોય છેત્યારે હવે આવતી કાલે એટલે કે 11 જિસેમ્બરના રોજ પીએમ મોદી આ જ શ્રેણીમાં મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેવા જઈ રહ્યા છે.પીએમ મોદીના આગમનને લઈને અનેક તૈયારીઓ કરવામાં આવી ચૂકી છએ સાથએ જ સુરક્ષા બાબતે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદી રવિવારે સવારે 10 વાગ્યે મહારાષ્ટ્રની મુલાકાત લેશે અને ત્યાર બાદ તેઓ ગોવાની મુલાકાત લેશે. તેઓ નાગપુરમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડ બતાવીને શરુઆત કરાવશે , નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરશે .મહારાષ્ટ્રમાં મોદી 75,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
નાગપુરમાં એક જાહેર સમારંભમાં, વડા પ્રધાન શિલાન્યાસ કરશે અને 1500 કરોડ રૂપિયાથી વધુની કિંમતની રાષ્ટ્રની રેલ યોજનાઓને સમર્પિત કરશે. તેઓ નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વન હેલ્થ અને નાગ નદીના પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
આ સાથે જ ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, ચંદ્રપુર’ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ‘સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ અને કંટ્રોલ ઑફ હિમોગ્લોબિનોપેથીઝ, ચંદ્રપુર’નું ઉદ્ઘાટન કરશે.
આ સાથે જ જો ગાવોની વાત કરીએ તો ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે તેઓ નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે, નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને શહેરમાં નવનિર્મિત એઈમ્સને રાષ્ટ્રને સમર્પિત કરશે.ગોવામાં 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું ઉદ્ઘાટન પણ કરશે. શ્રી મોદી ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરશે.