- પીએમ મોદી 10 મેના રોજ રાજસ્થાનના સિહોરી જીલ્લાની મુલાકાતે
- આબુરો઼ પર જનસભા સંબોધિત કરશે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક રાજ્યોની મુલાકાતનો સિલસીલો શરુ છે,કર્ણાટકની સતત યાત્રા બાદ હવે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતની તૈયારીમાં છે, જાણકારી અનુસાર પીએમ મોદી આવતા અઠવાડિયી રાજસ્થાનના સિહોરી જીલ્લાની મુલાકાત લઈ શકે છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નરેન્દ્ર મોદી 10 મેના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ આજરોજ આ અંગે માહિતી આપતા કહ્યું કે પીએમ મોદી 10 મેના રોજ સિરોહી જિલ્લાના આબુ રોડ પર જાહેર સભા કરશે.ઉલ્લેખનીય છે કે વર્ષના અંતમાં અહી ચૂંટણી યોજાવા જઈ રહી છએ જેને લઈને કર્ણાટક બાદ બીજેપીનું પુરેપુરુ ધ્યાન રાજસ્થાન પર ટકેલું છે.ચૂંટણીને લઈને બીજેપી દ્રારા અહીની મુલાકાતનો જદોર શરુ થઈ ચૂક્યો છે આ વર્ષમાં પીએમ મોદીની આ ત્રીજી રાજસ્થાનની મુલાકત છે.
તેમણે આપેલી માહતી અનુસાર સૌ પ્રથમ પીએમ મોદી ભગવાન શ્રીનાથજીના મંદિરમાં પૂજા અર્ચના કરીને કરશે અને ત્યાર બાદ તેમની યાત્રાની શરૂઆત કરશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ રેલી પહેલા કેટલાક વિકાસ કામોનું પણ ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદીના આ દિવસના શેડ્યુલની જો વાત કરીએ તો રાજસ્થાનના નાથદ્વારા જશે અને સવારે 11 વાગ્યે અહીંના શ્રીનાથજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. વડા પ્રધાન નાથદ્વારા ખાતે ક્વાર્ટરથી બાર વાગ્યે શિલાન્યાસ કરશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી ત્યાર બાદ બપોરે 2 વાગ્યે, પ્રકાશમણિ બ્રહ્માકુમારીઝના શાંતિવન સંકુલમાં વિઝડમ પાર્કનુંપણ ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ સુપર સ્પેશિયાલિટી ચેરીટેબલ ગ્લોબલ હોસ્પિટલનો પણ શિલાન્યાસ પણ કરશે.
પીએમ મોદી બપોર બાદ એટલે કે 3 વાગ્યેને 15 મિનિટે માનપુર એરસ્ટ્રીપ રોડ મેદાન, આબુ રોડ ખાતે જનસભાને સંબોધશે.મોટી સંખ્યામાં અહી લોકો ઉપસ્થિતિ રહશે,પીએમ મોદીના આગમનને લઈને અનેક તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.