- PM મોદી સપ્તાહના અંતે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે
- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત અનેક ભેટ આપશે
- કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની લેશે મુલાકાત
- અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહના છેલ્લા બે દિવસમાં દક્ષિણના ત્રણ રાજ્યો તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ તેલંગાણા અને તમિલનાડુને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત ઘણી ભેટ આપશે, જ્યારે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધા બાદ 50 વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે.
પીએમ સૌથી પહેલા 8 એપ્રિલે તેલંગાણા પહોંચશે. અહીં સિકંદરાબાદ સ્ટેશન પર 11મી વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કર્યા પછી, તેઓ પરેડ ગ્રાઉન્ડ હૈદરાબાદ ખાતે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.જે બાદ બપોરે ચેન્નાઈ જવા રવાના થશે. અહીં MGR રેલ્વે સ્ટેશન પર 12મી વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવા ઉપરાંત, તેઓ ચેન્નાઈ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ એરપોર્ટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ રવિવારે કર્ણાટકના પ્રવાસે હશે. સવારે 7.15 કલાકે અહીં બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધા બાદ તેઓ પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક રાજ્યોને ભેટ આપવામાં આવી છે ત્યારે આ સપ્તાહના અંતે તેઓ તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે.જ્યાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે સંબોધિત પણ કરશે.આમ, પીએમ મોદીના રાજ્યના વિકાસ માટે અનેક પ્રવાસ વધી રહ્યા છે.