Site icon Revoi.in

પીએમ મોદી આવતી કાલે ઉત્તરાખંડની મુલાકાત લેશે, આ મુજબ હશે પીએમનો કાર્યક્રમ

Social Share

દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશના રાજ્યની મુલાકાત કરી રહ્યા છે ત્યારે આ સંદર્ભે પ્રઘાનમંત્રી મોદી આવતી કાલે ઉત્તરાખંડની મુલાકાતે આવવાના છે.આ દરમિયાન, વડાપ્રધાન પિથૌરાગઢમાં લગભગ 4200 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

આવતી કાલે ગુરુવાર, 12 ઓક્ટોબરના રોજ સવારે લગભગ 8 વાગ્યેને 30 મિનિટે પીએમ મોદી પિથોરાગઢના જોલિંગકોંગ પહોંચશે, જ્યાં તેઓ પાર્વતી કુંડમાં પૂજા કરશે અને દર્શન કરશે. વડાપ્રધાન આ સ્થાન પર પવિત્ર આદિ-કૈલાસના આશીર્વાદ પણ લેશે. આ વિસ્તાર તેના આધ્યાત્મિક મહત્વ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે.

ત્યાર બાદ  પીએમ મોદી સવારે લગભગ 9 વાગ્યેને 30 મિનિટે  પિથોરાગઢના ગુંજી ગામ પહોંચશે, જ્યાં તેઓ સ્થાનિક લોકો સાથે વાત કરશે. કલા અને ઉત્પાદનોના પ્રદર્શનમાં પણ ભાગ લેશે. તે આર્મી, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસઅને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરશે.

 બપોરે પીએમ મોદી જાગેશ્વર ધામ ખાતે લગભગ 12 વાગ્યે વડાપ્રધાન પિથોરાગઢથી અલ્મોડા જિલ્લાના જાગેશ્વર પહોંચશે. અહીં તેઓ જાગેશ્વર ધામમાં પૂજા-અર્ચના કરશે અને દર્શન કરશે. લગભગ 6200 ફૂટની ઉંચાઈ પર સ્થિત, જાગેશ્વર ધામમાં લગભગ 224 પથ્થરના મંદિરો છે.