પીએમ મોદીએ દેશવાસીઓને અક્ષય તૃતીયા અને ઈદ-ઉલ ફિત્રની પાઠવી શુભેચ્છાઓ
- પીએમ મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવી
- અક્ષય તૃતીયાની પણ દેશવાસીઓને શુભકામના આપી
દિલ્હીઃ- દેશભરમાં આજે ઈદ ઉલ ફિત્રના તહેવારની ઉજવણ ીકરવામાં આવી રહી છએ તો સાથે જ આજે અક્ષય તૃતીયાનો પણ તહેવાર છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશવાસીઓને અક્ષય તૃતીયાની શુભેચ્છા પાઠવી હતી, જે નવી વસ્તુઓની શરૂઆત કરવા અને ખરીદી કરવા માટે શુભ દિવસ માનવામાં આવે છે.
આજના આ પ્રસંગે મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે દાન અને શુભ કાર્યની શરૂઆત કરવાની પરંપરા સાથે જોડાયેલો આ શુભ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે.
આ સાથે મોદીએ અન્ય એક ટ્વિટમાં ભગવાન પરશુરામ જયંતિની શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, ભગવાન પરશુરામ જયંતિ પર તમને બધાને શુભકામનાઓ. હું ઈચ્છું છું કે તેમની કૃપાથી દરેકનું જીવન હિંમત, વિદ્યા અને વિવેકથી ભરેલું હોય.
પીએમ મોદીએ ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી
આજે ઈદનો પણ તહેવાર છે.મુસ્લીમ બિરાદરો આજે ઈદ ઉજવી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ ઈદના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી. મોદીએ ઈદ વિશે ટ્વિટ કરીને કહ્યું છે કે, ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા. આપણા સમાજમાં સંવાદિતા અને કરુણાની ભાવના આગળ વધે. હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પણ પ્રાર્થના કરું છું. હેપ્પી ઈદ.