Site icon Revoi.in

પીએમ મોદીએ ‘એન્જિનિયર્સ ડે’ ની શુભેચ્છાઓ પાઠવી , આ મહાન વ્યક્તિને કર્યા યાદ

Social Share

દિલ્હીઃ વિશ્વ ભરમાં 15મી સપ્ટેમ્બરે એન્જિનિટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજના આ ખઆસ દિવસે પ્રઘાનમંત્રી મોદીએ પણ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીએ એન્જિનિયર્સ ડે પર એક્સ અકાઉન્ટ પર ટ્વિટ કરીને આ  શુભેચ્છા પાઠવી છે.પીએમ મોદીએ આજના દિવસે ડૉ. એમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે તેના X એકાઉન્ટપર કેટલીક ફોટા પણ શેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં, નેશનલ એન્જિનિયર્સ ડે 2023 ની થીમ ટકાઉ ભવિષ્ય માટે એન્જિનિયરિંગ તરીકે નક્કી કરવામાં આવી છે., પીએમ મોદીએ સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપતા  કહ્યું કે તેઓ પેઢીઓને નવીનતા લાવવા અને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરિત કરે છે.

એન્જિનિયર્સ ડે તત્કાલીન મૈસૂર સામ્રાજ્યના દિવાન, એન્જિનિયર રાજકારણી મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. તેની યાદમાં પીએમ મોદીએ એક પોસ્ટ પણ શેર કરી છે.

પીએમ મોદીએ કહ્યું કે તેઓ નવીનતા લાવવા અને રાષ્ટ્રની સેવા કરવા માટે પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. અહીં ચિક્કાબલ્લાપુરાની ઝલક છે, જ્યાં મેં આ વર્ષની શરૂઆતમાં મારી મુલાકાત દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ આપી હતી