પીએમ મોદીએ પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી
- પીએમ મોદી એ પંજાબના પૂર્વ સીએમને ફોન કર્યો
- પીએમ મોદીએ ફોન પર શુભેચ્છાઓ પાઠવી
- પૂર્વ સીએમનો આજે જન્મ દિવસ
દિલ્હીઃ-સમગ્ર દેશમાં ખેડૂતોનું આંદોલન વ્યાપક બનતું જોવા મળી રહ્યું છે, બીજી તરફ આજ રોજ ખેડૂતોના ભારત બંધ વચ્ચે અકાલી દળના નેતા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલનો જન્મદિવસ પણ છે.આજના આ ખાસ દિવસે પ્રકાશસિહં બાદલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કર્યો હતો અને જમ્ન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રકાશસિંહ બાદલનો જન્મ 8 ડિસેમ્બર 1927 માં થયો હતો. તેઓ ઘણા લાંબા સમયથી પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શિરોમણી અકાલી દળ પ્રકાશ બાદલના નેતૃત્વમાં ભાજપના લાંબા સમયથી સાથી પણ રહ્યા છે. હાલમાં જ્યારે ત્રણ કૃષિ કાયદા સંસદમાંથી પસાર કરવામાં આવ્યા હતા, ત્યારે અકાલી દળે સરકારને આપેલું સમર્થમ પાછું ખેંચી લીધું હતું. તેથી વિશેષ કે પ્રકાશસિંહ બાદલના પુત્ર સુખબીર બાદલની પત્ની હરસિમરત બાદલે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.
આ પ્રાકે ખેડૂતોના મામલે અકાળી દળ એનડીએથી જુદી પડી ગઈ હતી, જ્યારે હવે પંજાબના ખેડૂતોએ દિલ્હીની બોર્ડર પર હંમગામો મચાવ્યો છે, છેલ્લા 13 દિવસોથી ખેડૂતો ખડેપગે આંદોલન કરી રહ્યા છે, જે અતંર્ગત આજે ભારત બંધ રાખવાનું એલાન કર્યું હતું, ત્યારે આ સમગ્ર બાબત વચ્ચે દેશના પ્રધાન મંત્રી મોદીએ પંજાબના પૂર્વ સીએમને ફોન કરી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીને તેમણે પત્ર લખ્યો હતો તેની સાથે તેઓ તેમને મળેલું પદ્મ વિભૂષણ સમ્માન પણ પરત કર્યું છે.
સાહિન–