Site icon Revoi.in

પીએમ મોદીએ મમતા બેનર્જીને જીતની શુભેચ્છાઓ પાઠવીઃ- કહ્યું ,’કેન્દ્ર સરકાર બંગાળને દરેક સંભવિત મદદ કરશે’

Social Share

દિલ્હીઃ- વિતેલી કાલે 2જી મે ના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું,જેમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સતત ત્રીજી વખત સત્તા પર આવી છે. ટીએમસી એ 200 થી વધુ બેઠકો પર આગળ રહીને જીત મેળવી છે. જ્યારે ભાજપના હાથમાં 76 બેઠકો આવી છે. ત્યારે બંગાળમાં ટીએમસીની આ ભવ્ય જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલી રાતે ટ્વિટ કરીને મમતા બેનર્જીને અભિનંદન પાઠવ્યા હતા.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બદલ મમતા દીદીને અભિનંદન. કેન્દ્ર સરકાર લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા અને કોવિડ-19 મહામારીને પહોંચી વળવા માટે પશ્ચિમ બંગાળ સરકારને શક્ય હોય તેટલું સમર્થન આપતું રહેશે. ‘

ભાજપના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે ટીએમસીની જીત અંગે કહ્યું હતું કે, અમે નમ્રતાથી જનાઆદેશ સ્વીકારીએ છીએ અને અમે સકારાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશું.

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી, કૈલાસ વિજયવર્ગીયએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે કહ્યું છે કે, ‘મમતા બેનર્જી જીને જીતવા બદલ અભિનંદન! અમે જનતાના નિર્ણયને સ્વીકારીએ છીએ અને વચન આપીએ છીએ કે અમે વિધાનસભામાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા નિભાવીશું. પરંતુ, તમે તમારા કાર્યકરોને શિસ્તમાં રહેવાની સૂચના આપો, જેથી તેઓ વિજયની ખુશીમાં અમારા કાર્યાલયોને નુકસાન ન પહોંચાડે