1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીએ 200 કરોડ રસીના ડોઝની ઉપલબ્ધિ પર પત્ર લખીને તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી
PM મોદીએ 200 કરોડ રસીના ડોઝની ઉપલબ્ધિ પર પત્ર લખીને તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી

PM મોદીએ 200 કરોડ રસીના ડોઝની ઉપલબ્ધિ પર પત્ર લખીને તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી

0
Social Share
  • દેશમાં 200 કરોડ રસીના ડોઝની ઉપલબ્ધિ
  • પીએમ મોદીએ  તમામ લોકોને પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવી

દિલ્હીઃ- દેશભરમાં મોટાપાયે રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે થોડા દિવસ પહેલા જ રસીકરણ મામલે દેશે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે,200 કરોડ રસીકરણનો આંકડો પાર કર્યો છે ત્યારે હવે આ બબાતે પીએમ મોદીએ આ કાર્ય સાથે સંકળાયેલા તમામે તમામ લોકોનો પત્ર લખીને આભાર માન્યો અને શુભેચ્છાો પાઠવી હતી.

પીએમ મોદીએ  200 કરોડ રસીકરણના લક્ષ્યને પૂર્ણ કરવા પર કોવિન વેબસાઇટ પર એક પત્ર લખીને રસી મેળવનારાઓને અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે કે, મહામારી ફાટી નીકળ્યા બાદ કટોકટીના સમયમાં પોતાના સંકલ્પને પૂર્ણ કરવામાં ભારતની સિદ્ધિ પર આવનારી પેઢીઓ ખૂબ જ ગર્વ કરશે.

પીએમ મોદીએ પત્રમાં જણાવ્યું હતું કે સૌથી ઠંડા પ્રદેશોથી  લઈને સૌથી ગરમ રણ સુધી, દૂરના ગામડાઓથી લઈને ગાઢ જંગલો સુધી, કોવિડ-19 રસીકરણ કાર્યક્રમે કોઈને પાછળ છોડ્યું નથી અને કરી બતાવ્યું છે કે ન્યૂ ઈન્ડિયા લાસ્ટ માઈલ ડિલિવરીમાં પણ સર્વ શ્રેષ્ઠ છે.

આ સાથે જ તેમણે વધુમાં લખ્યું છે કે  વેક્સિનેટર, હેલ્થ વર્કર્સ, સપોર્ટ સ્ટાફ અને ફ્રન્ટલાઈન વર્કરોએ દેશના લોકોની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જીવન બચાવવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને સદીમાં એકવાર આવેલી આ વૈશ્વિક મહામારીમાં, અમારા રસીકરણ કરનારાઓ, આરોગ્ય કર્મચારીઓ અને સહાયક સ્ટાફ અને ફ્રન્ટલાઈન કાર્યકરોએ ભારતીયોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જરૂર પડે ત્યારે કાર્ય કરવાનું આ એક પ્રશંસનીય ઉદાહરણ છે.

તેમણે કહ્યું, “200 કરોડ રસીના ડોઝની સિદ્ધિ આપણા દેશની લોકતાંત્રિક, કરુણાપૂર્ણ અને સેવાલક્ષી નૈતિકતાની તાકાત દર્શાવે છે. કટોકટી દરમિયાન ભારતની હિંમતની વાર્તા આવનારી પેઢીઓ દ્વારા યાદ કરવામાં આવશે. તમને અને તમારા પરિવારને મારી શુભેચ્છાઓ! જય હિંદ

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code