- આજે યુપીમાં ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટનું પીએમ કરશે ઉદ્ધાટન
- અનેક દેશ વિદેશના રોકાણકારો રહેશે ઉપસ્થિતિ
લખનૌઃ- આજરોજ શુક્રવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને વિદેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023નું ઉદ્ઘાટન કરશે. આ સાથે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસ ગ્રૂપ અંગે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસની માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે.
ઉત્તરપ્રદેશમાં 10થી 12 ફેબ્રુઆરી 2023 સુધી યોજાનાર આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ લગભગ 25 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરારો પર હસ્તાક્ષર થવાની આશાઓ સેવાઈ રહી છે. તેનાથી બે કરોડ રોજગારીની તકો ઉભી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આ સહીત 10 ભાગીદાર દેશો ઉપરાંત 40 દેશોના અન્ય 600 પ્રતિનિધિઓ પણ સમિટમાં ભાગ લેશે.
સમગ્ર વિશ્વમાંથી સરકારી નેતૃત્વ, સામૂહિક રીતે બિઝનેસીસની તકો શોધવા અને ભાગીદારી કરવા પોલીસી મેકર્સ, કોર્પોરેટ લીડર્સ, બિઝનેસ ડેલિગેશન્સ, એકેડેમિયા, થિંક-ટેન્ક અને રાજકીય લોકોને એકસાથે અહી જોવા મળશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને મોદી સરકારના તમામ પ્રધાનો ત્રણ દિવસ દરમિયાન અલગ-અલગ સત્રોમાં યોજાનારી સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત લખનૌમાં આયોજિત આ મેગા ઈવેન્ટમાં ભારત અને વિશ્વભરના તમામ અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ભાગ લેશે.