Site icon Revoi.in

પીએમ મોદી ફરી એક વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કરીકે ઊભરી આવ્યાઃ-ધ મોર્નિંગ કન્સલ્ટનો સર્વે

Social Share

 

દિલ્હીઃ- પીએમ મોદી સતત કાર્યશીલ રહીને દેશના લોકો માટે અનેક સારા કાર્યો કરી રહ્યા છે જેના વખાણ માત્ર દેશમાં જ નહી દુનિયાભરમાં થઈ રહ્યા છે, એ પછી કોરોના મહામારી હોય કે દેશના લોકોની અન્ય સમસ્યા હોય, અવનવી યોજનાઓ હેઠળ તેઓ દેશના લોકોને સતત મદદરુપ થઈ રહ્યા છે.દેશની જનતા સાથે સતત સંપ્રકમાં રહીને તેમને સાંભળી રહ્યા છે આજ કારણ છે કે પીએમ મોદીના ચાહકોની સંખ્યા દિવસેને વધતી જઈ રહી છે.

પીએમ મોદી ફરી એક વખત વિશ્વના લોકલાડીલા નેતા તરીકે ઊભરી આવ્યા છે,મળતી માહિતી પ્રમાણે અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપ્રૂવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સહિતના  વિશ્વના 13 ખાસ દેશોના નેતાઓને પછાળ્યા છે, અને તેઓનું અપ્રૂવલ રેટિંગ 70 ટકા નોંધાયું છે.આ દેશોના નેતાઓને પમ પાછળ છોડી તેમણે વિશ્વભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનેરો પણ સામેલ છે. આ વખતે સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પાંચમાં અને બ્રિટનના વડાપ્રધાન આઠમાં ક્રમેથી નીચે ઉતરીને 10માં ક્રમે પહોંચી ગયા.

આ રિપોર્ટ 5 નવેમ્બરે અપડેટ કરવામાં  આવ્યો હતો, આ સર્વેમાં દેશના પીએમ મોદી  દુનિયાના ઘણા રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોથી આગળ જોવા મળ્યા છે. મોદીએ મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે મૈનુએલ લોપેજ ઓબ્રાડોર, ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાગી, જર્મનની ચાન્સેલર એન્જેલા માર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત અનેક નેતાઓને  પછાળ્યા છે અને પોતે આ યાદીમાં પ્રથમ સ્થાને આવ્યા છે. લોકપ્રિયતાના ગ્રાફમાં મોદીએ ફરી વખત સિદ્ધી પ્રાપ્ત કરી છે.