1. Home
  2. ગુજરાતી
  3. રોજગાર મેળામાં પીએમ મોદીનું સંબોધન ,કહ્યું ‘મુદ્રા યોજનાએ દેશમાં 8 કરોડ નવા ઉદ્યોગ સાહસિકો બનાવ્યા’, આત્મનિર્ભર ભારતનો પણ કર્યો ઉલ્લેખ
રોજગાર મેળામાં પીએમ મોદીનું સંબોધન ,કહ્યું ‘મુદ્રા યોજનાએ દેશમાં 8 કરોડ નવા ઉદ્યોગ સાહસિકો બનાવ્યા’, આત્મનિર્ભર ભારતનો પણ કર્યો ઉલ્લેખ

રોજગાર મેળામાં પીએમ મોદીનું સંબોધન ,કહ્યું ‘મુદ્રા યોજનાએ દેશમાં 8 કરોડ નવા ઉદ્યોગ સાહસિકો બનાવ્યા’, આત્મનિર્ભર ભારતનો પણ કર્યો ઉલ્લેખ

0
Social Share
  • પીએમ મોદીએ રોજગાર મેળાને સંબોઘિત કર્યો
  • આત્મ નરિભઅર ભારતની વાત કહી
  • હજારો યુવાઓને નોકરી પત્ર સોંપ્યા

દિલ્હીઃ – આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળામાં વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી 70 હજારથી વધુ યુવાનોને નોકરીના નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે. પીએમએ કહ્યું કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં યુવાનોને નોકરીઓ મળી છે. તમે બધા યુવાનો અને તેમના પરિવારના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. અમારી સરકાર વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવા માટે યુવાનોની પ્રતિભા અને ઊર્જાને યોગ્ય તકો આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, બૈસાખીના આ શુભ દિવસે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 70 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ મળી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે યુવાનોની સામે ઘણા એવા ક્ષેત્રો ખુલી ગયા છે, જે 10 વર્ષ પહેલા યુવાનોને ઉપલબ્ધ નહોતા. સ્ટાર્ટઅપનું ઉદાહરણ આપણી સામે છે. આજે ભારતના યુવાનોમાં સ્ટાર્ટઅપને લઈને ઉત્સાહ જોવા મળે છે.

આથી વિશેષ રમકડા ઉત્પાદન વિશે બોલતા કહ્યું કે અમે આયાતી રમકડાં માટે ગુણવત્તાના માપદંડો નક્કી કર્યા અને અમારા સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. 3-4 વર્ષની અંદર, રમકડા ઉદ્યોગને નવજીવન મળ્યું અને ઘણી નવી રોજગારીની તકો ઊભી થઈ. ભારતના રમકડા ઉદ્યોગનું ઉદાહરણ તમારી સામે છે. દાયકાઓ સુધી, ભારતીય બાળકો વિદેશથી આયાત કરેલા રમકડાં સાથે રમતા હતા. ન તો તેમની ગુણવત્તા સારી હતી અને ન તો તેઓ ભારતીય બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા.

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આજનું નવું ભારત જે નવી નીતિ અને વ્યૂહરચનાનું પાલન કરી રહ્યું છે તેણે દેશમાં નવી શક્યતાઓ અને તકોના દ્વાર ખોલ્યા છે”આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. કોવિડ પછી આખું વિશ્વ મંદીનો સામનો કરી રહ્યું છે, મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા સતત નીચે પડી રહી છે.આ બઘુ જ હોવા છતાં, વિશ્વ ભારતને એક ઉજ્જવળ સ્થળ તરીકે જોઈ રહ્યું છે.

એક અહેવાલ મુજબ સ્ટાર્ટઅપ્સે 40 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે.તેમજ ડ્રોન ક્ષેત્ર પણ છે.છેલ્લા 8-9 વર્ષમાં દેશના રમતગમત ક્ષેત્રે પણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આધુનિક ઉપગ્રહોથી લઈને સેમી-હાઈ સ્પીડ ટ્રેનો સુધીની દરેક વસ્તુ ભારતમાં જ બનાવવામાં આવી રહી છે,

આ સહીત આત્મનિર્ભર ભારત પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ની વિચારસરણી અને અભિગમ માત્ર સ્વદેશી અને ‘સ્થાનિક માટે અવાજ’ અપનાવવા કરતાં  પણ વધુ છે. આ મર્યાદિત અવકાશની બાબત નથી. પીએમ મોદીએ કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ એ ગામડાઓથી શહેરો સુધી ભારતમાં રોજગારની કરોડો તકો ઊભી કરવાનું અભિયાન સાબિત થઈ રહ્યું  છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code