બુદ્ધ પૂર્ણિમાના પર્વ પર પીએમ મોદીનું સંબોધનઃ- કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બદલી નાખ્યું, ભારતના વૈજ્ઞાનિકો પર ગર્વ છે
- પીએમ મોદીએ બુદ્ધ પૂર્ણિમાંની શૂભેચ્છાઓ પાઠવી
- કહ્યું -ભારતના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પર ગર્વ છે
દિલ્હીઃ- આજે વૈશાખ પૂર્ણિમા છે. અર્થાત્ ભગવાન ગૌતમ બુદ્ધનો આજના દિવસે જન્મ થયો હતો. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બદલી નાખ્યું છે. કોરોના જેવી મહામારી 100 વર્ષમાં ક્યારેય આવી નથી. બધા દેશો આજે સાથે મળીને લડી રહ્યા છે. કોરોના સામેની લડતમાં રસી એક મહત્વપૂર્ણ હથિયાર સમાન ઊભરી આવી છે.
Speaking at the Vesak Day programme.
We remember the noble ideals of Lord Buddha. https://t.co/JMmup8Mvtm
— Narendra Modi (@narendramodi) May 26, 2021
આજના આ પ્રવ પર પીએમ મોદીએ કહ્યું કે, આ સંકટના સમયગાળઆ દરમિયાન ડોક્ટર પોતાના જીવ જોખમમામં મૂકીને લોકોની સેવા કરી રહ્યા છે,આપણા ભારતીય વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પર આપણાને ગર્વ છે.
ઉપરાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલઃ- બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે લોકોએ આ પ્રસંગે ભગવાન બુદ્ધ દ્વારા બતાવેલા કરુણા અને સહનશીલતાના માર્ગને અનુસરવો જોઈએ.
આ બાબતે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- ભગવાન બુદ્ધ આ પૃથ્વી પરના એક મહાન આધ્યાત્મિક ગુરુ હતા. ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલ શાંતિ, ભાઈચારો અને કરુણાનો શાશ્વત સંદેશ વિશ્વના માનવોને નૈતિક મૂલ્યો અને સંતોષના આધારે જીવન જીવવા તરફ પ્રયાણ કરવાની પ્રેરણા આપે છે.
જેપી નડ્ડાએ પણ દેશવાસીઓને આજના પ્રવની શુભેચ્છાો પાઠવી
सभी देशवासियों को बुद्ध पूर्णिमा के पावन अवसर की हार्दिक शुभकामनाएं।
भगवान बुद्ध ने अपने तप, ज्ञान तथा दर्शन से संपूर्ण विश्व को अहिंसा एवं मानवता का संदेश दिया।
कोरोना के समय में मानव कल्याण के उनके महान विचार हमें निरंतर जनसेवा करने के लिए प्रेरित करते रहेंगे।
— Jagat Prakash Nadda (@JPNadda) May 26, 2021
પીએમ મોદીના સંબોધન પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ બુદ્ધ પૂર્ણિમા પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ટ્વિટ પર ટ્વિટ કરીને જેપી નડ્ડાએ કહ્યું હતું કે ભગવાન બુદ્ધે તેમની સખ્તાઈ, ક્નોલેજ અને દર્શન સાથે સમગ્ર વિશ્વને અહિંસા અને માનવતાનો સંદેશ આપ્યો હતો, માનવ કલ્યાણના તેમના મહાન વિચારો આપણને કોરોનાના સમયમાં જાહેર સેવા કરવા પ્રેરણા આપશે. .