Site icon Revoi.in

પ્રાણી સંરક્ષણના પ્રયત્નો ચાલુ રાખવા પીએમ મોદીની પ્રાણી પ્રેમીઓને અપીલ

Social Share

દિલ્હીઃ દેશમાં ચાર વર્ષના સમયગાળામાં દીપડાની વસ્તીમાં 60 ટકાનો વધારો થયો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ ટ્વીટ કરીને પ્રાણી સંરક્ષણ માટે કામ કરતા તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપડાની વસતીમાં થયેલા વધારા અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સિંહ અને વાઘ પછી દીપડાની વસતી વધી રહી છે. જે લોકો પ્રાણી સંરક્ષણ માટે કામ કરી રહ્યાં છે તેમને અભિનંદન, આપણે આ પ્રયત્નો ચાલુ રાખવાના છે અને સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા પ્રાણીઓ સલામત આવાસોમાં રહે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં દીપડાની વસતી ગણતરીના આંકડા જાહેર કર્યાં હતા. જેમાં ચાર વર્ષના સમયગાળામાં દીપડાની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. અત્યારે દેશમાં 12 હજારથી વધારે દીપડા છે. સૌથી વધારે દીપડા મધ્યપ્રદેશમાં નોંધાયાં છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના રાજ્યોમાં પણ દીપડાની વસતી વધી છે.