Site icon Revoi.in

ગુરુ ગોબિંદ સિંહના પ્રકાશ પર્વ પર PM મોદીની મોટી જાહેરાત,હવે દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવાશે ‘વીર બાલ દિવસ’

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ ગોબિંદ સિંહની જન્મજયંતિ પર મોટી જાહેરાત કરી છે. તેમણે ગુરુ ગોબિંદ સિંહના સાહિબજાદાઓની શહાદતને વંદન કરતા કહ્યું હતું કે,આ વર્ષથી 26મી ડિસેમ્બરના રોજ ‘વીર બાલ દિવસ’ ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે,તે સાહિબજાદાઓની હિંમતને સાચી શ્રદ્ધાંજલિ છે. તેણે આ મામલે ઘણી ટ્વિટ કરી છે.

પીએમએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘ગુરુ ગોબિંદ સિંહજી ની જયંતિના પ્રકાશ પર્વના અવસર પર, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે,હવે ભારત 26મી ડિસેમ્બરે ‘વીર બાલ દિવસ’ ઉજવશે. ગોબિંદ સિંહ જીના ચાર સાહિબજાદાઓને આ સાચી શ્રદ્ધાંજલિ હશે.

તેણે આગળ ટ્વિટ કર્યું, ‘વીર બાલ દિવસ એ જ દિવસે છે,જે દિવસે સાહિબજાદે જોરાવર સિંહ, સાહિબજાદે ફતેહ સિંહે આ દેશ માટે બલિદાન આપ્યું હતું અને તેઓને દિવાલમાં જીવતા ચણી નાખ્યા હતા.આ બે મહાન હસ્તીઓએ અન્ય કોઈ ધર્મને પસંદ કરવાને બદલે મૃત્યુને પસંદ કર્યું હતું.

અન્ય એક ટ્વિટમાં પીએમએ લખ્યું, ‘માતા ગુજરી દેવી, શ્રી ગુરુ ગોબિંદ સિંહજી અને તેમના ચાર સાહેબજાદાઓની વીરતા ભારતના કરોડો લોકોને હિંમત આપે છે.આ મહાન લોકોએ ક્યારેય અન્યાય સામે માથું ઝુક્યું નથી.હવે સમય આવી ગયો છે જ્યારે લોકો તેમના વિશે વધુને વધુ જાણવાનો પ્રયાસ કરે છે.