Site icon Revoi.in

PM મોદીનો જન્મ દિવસઃ બનાસકાંઠામાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાની ટ્રેકટર રેલી યોજાઈ

Social Share

અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા ભવ્ય ટ્રેકટર રેલી કરીને કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાાંસદ રાજકુમાર ચાહર, પ્રદેશ કિસાન મોરચાના પ્રમખુ હિતેષભાઇ પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઇ જેલલીયા અને જિલ્લા ભાજપના હોદેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના લવુણા ગામે 2071 વૃક્ષોનું વાવેતર કરીને “મોદી વન” નામ આપવામાં આવ્યું છે. બનાસકાાંઠા જિલ્લાના પ્રગતીશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મા ભોમ માટે શહિદ થનાર સૈનિકોના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કિસાન મોરચાના અધ્યક્ષ હિતેષભાઈએ જણાવ્યું હતું કે, ખેડૂતો ખેતીમાં પ્રગતી કરી શકે તે માટેનું વાતાવરણ રાજય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓથી ઉભુ થઇ રહ્યું છે. પશુપાલન કરીને વધુ દૂધ વેચનાર બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રમખુ રાજ કુમાર ચાહરજીએ જણાવ્યું હતું કે, કિસાન અને જવાન દેશનો આત્મા છે તે ધબકતો રહેવો જોઇએ. પૂર્વમંત્રી શંકર ચૌધરીએ પણ ખાસ હાજરી આપી હતી.  આ કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા, સરદારભાઈ ચૌધરી, તેજાભાઇ ચૌધરી, તેજાભાઇ ભુરિયા, તેજાભાઈ રાજપુત, ફલજીભાઇ ચૌધરી, કનુભાઈ વ્આસ, પ્રદેશ હોદેદાર નરેન્દ્ર પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, કિર્તીભાઈ ચૌધરી, મુકેશ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નિમિતે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં  વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.