Site icon Revoi.in

PM મોદીનો આજે જન્મદિવસ,દેશમાં સેવાકાર્યોનું આયોજન

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72 મો જન્મદિવસ દેશભરમાં ઉજવાશે.પીએમ મોદીના જન્મદિવસે 17 મી સપ્ટેમ્બરે દર વર્ષે ભાજપના કાર્યકરો અને કેન્દ્ર સરકાર 2014 થી વિવિધ લોકસેવાના કાર્યક્રમો યોજે છે.આ વર્ષે પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.દિવસ દરમિયાન મોદીના ચાર કાર્યક્રમો યોજાશે.

સૌથી પહેલા PM શનિવારે જ નામીબિયાથી 8 ચિતાઓના આગમનના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરશે.આ સિવાય પીએમ ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સંબોધિત કરશે.શનિવારે જ ભાજપ સેવા અભિયાન પખવાડિયાની શરૂઆત કરશે.તેમના જન્મદિવસ પર, PM 70 વર્ષ પહેલા લુપ્ત જાહેર કરાયેલ ચિત્તાને ભારતમાં લાવવાના પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કરશે.

નોંધનીય છે કે નામીબિયાથી આઠ ચિત્તાઓને શનિવારે જ કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવી રહ્યા છે. પીએમ પોતે તેમને રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડશે.આ વિષય પર રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમ વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણ પર વાત કરશે.

રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ પીએમ મધ્યપ્રદેશમાં સ્વ-સહાય જૂથોના સંમેલનને સંબોધિત કરશે. ત્યારબાદ ફરી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ITIના વિદ્યાર્થીઓના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધશે.આ કાર્યક્રમમાં લગભગ 40 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે.તે જ દિવસે સાંજે, પીએમ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ લોન્ચ કરતી વખતે તેમના મંતવ્યો પણ રજૂ કરશે.

ભાજપ 17 સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી પીએમનો જન્મદિવસ ઉજવશે.પાર્ટીએ તેનું નામ સેવા અભિયાન પખવાડા રાખ્યું છે.આ અંતર્ગત તમામ જિલ્લાઓમાં વિવિધતામાં એકતાની ઉજવણી સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ સંચય અભિયાન, વિકલાંગ વ્યક્તિઓમાં સાધન-સામગ્રી વિતરણ, સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર અને નિ:શુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવશે.

2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે ખાદી અને સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે.ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ પણ આ સમયગાળા દરમિયાન યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.