PM મોદીની કૂટનીતિ, પહેલા પુતિન સાથે મુલાકાત હવે આવતા મહિને યુક્રેનનો પ્રવાસ
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.. ભારતે હમેંશા શાંતિપૂર્ણ સમાધાનની તરફદારી કરી છે.. થોડા સમય પહેલાજ વડાપ્રધાન મોદી રશિયામાં પુતિનને મળી ચૂક્યા છે.. હવે આવતા મહિને તેઓ યુક્રેન જશે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકી સાથે મુલાકાત કરશે.
છેલ્લા બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત કિવ જવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી આવતા મહિને યુક્રેનના ખાર કિવની મુલાકાત લેશે. પીએમ મોદીની યુક્રેનની મુલાકાતના સમાચાર ઇટાલીમાં G7 સમિટમાં પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની મુલાકાતના એક મહિના પછી આવ્યા છે.
ઈટાલીમાં મુલાકાત દરમિયાન બંને નેતાઓ ગળે મળતા જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણી જીત્યા બાદ ઝેલેન્સકીએ પીએમ મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેમને યુદ્ધગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું.
સંઘર્ષના ઉકેલ માટે વાતચીત પર ભારતનો ભાર
આ વર્ષે માર્ચમાં પીએમ મોદી અને ઝેલેન્સકી વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. બંનેએ ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને મુત્સદ્દીગીરી પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલનું સમર્થન કરે છે અને તેની ક્ષમતા મુજબ દરેક શક્ય પ્રયાસો કરવાનું ચાલુ રાખશે. મહત્વપૂર્ણ છે કે જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ભારત કહે છે કે તેનો ઉકેલ માત્ર વાતચીત અને કૂટનીતિથી જ લાવી શકાય છે