Site icon Revoi.in

PM મોદીનો યુરોપ પ્રવાસઃ ધર્મગુરૂ પોપ ફ્રાંસિસને ભારત આવવા આપ્યું આમંત્રણ

Social Share

દિલ્હીઃ યુરોપના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વેટિકન સિટી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કેથોલિક ક્રિશ્ચિયન્સના સૌથી મોટા ઘર્મ ગુરૂ પોપ ફ્રાંસિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પિએત્રો પારોલિન સાથે મુલાકાત કરી હતી. પોપ ફ્રાંસિસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ બેઠક હતી. વડાપ્રધાન નરન્દ્ર મોદીએ તેમને ભારત આપવા માટે આમંત્રણ આપ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધર્મગુરૂ પોપ ફ્રાંસિસ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ હતી. બંને મહાનુભાવો વચ્ચે જળવાયુ પરિવર્તન, ગરીબી અને દુનિયાના વધારે સારી બનાવવા માટે લંબાણ પૂર્વકની ચર્ચા થઈ હતી. બંને મહાનુભાવો વચ્ચે મીટીંગનો સમય માત્ર 20 મિનિટ જ રાખવામાં આવ્યો હતો. જો કે, દુનિયાની કલ્યાણની વાતચીત માટે એક કલાક સુધી ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિશિયલ શિડ્યુઅલમાં પોપ સાથે મુલાકાતનો સમાવેશ થયો નથી. એટલું જ નહીં બંને દેશના વિદેશ મંત્રાલયને પણ આ અંગે કોઈ જાણકારી ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે પાંચ દિવસના વિદેશ ઉપર ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ઈટલીમાં ગઈકાલે વડાપ્રધાન નરન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં મૂળ ભારતીયો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઉમટી પડ્યાં હતા.