Site icon Revoi.in

વડાપ્રધાન મોદીનો પ્રશંસક તેમને મળવા માટે શ્રીનગરથી પગપાળા દિલ્હી માટે રવાના થયો, કહ્યું, ‘આ વખતે તો મળીશ જ’

Social Share

શ્રીનગરઃ દેશના વડાપ્રધાન મોદી જ્યારથી ગુજરાતના સીએમ બન્યા બાદ તેઓ જ્યારથી વડાપ્રધાનના પદ પર આવ્યા છે ત્યારથી તેમની ફ્રેન્સ ફોલોઈંગમાં વધારો થયો છે ,માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં મોદીના ચાહકોની મોટી સંખ્યા છે,પોતાના ગમતા નેતાને મળવા માટે પ્રસંશકો અનેક હદ વટાવી દેતા જોવા મળે છે ત્યારે આવો જ એક પીએમ મોદીનો ચાહક જોવા મળ્યો છે. જે શ્રીનગરથી દિલ્હી સુધી ચાલીને પીએમ મોદીને મળવા માટેની રાહે નિકળી પડ્યો છે.

મોદીના આ પ્રશંસકનું નામ છે ફહીમ નઝીર શાહ , કે જે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે તેની ઉંમર 28 વર્ષ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તે ખૂબ મોટો ચાહક છે.શ્રીનગરના શાલીમાર વિસ્તારના  રહેવાસી શાહ એ બે દિવસ પહેલા શરૂ થયેલી તેમની મુલાકાત દરમિયાન થોડો વિરામ લીધો હતો અને રવિવારે ઉધમપુર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ મુશ્કેલ યાત્રાના અંતે વડાપ્રધાનને મળવાનું તેમનું સ્વપ્ન સાકાર થશે.

તેમણે કહ્યું- ‘હું પીએમ મોદીને મળવા પગપાળા દિલ્હી જઈ રહ્યો છું અને મને આશા છે કે હું વડાપ્રધાનનું ધ્યાન આકર્ષિત કરી શકું. વડાપ્રધાનને મળવાનું મારું સપનું છે. શાહે કહ્યું કે તેઓ છેલ્લા ચાર વર્ષથી સોશિયલ મીડિયા પર વડાપ્રધાનને ફોલો કરી રહ્યા છે અને તેમના ભાષણો અને તેમણે કરેલા દરેક કાર્યો મારા દિલને સ્પર્શી ગઈ છે.

શાહે કહ્યું કે ‘એક વખત જ્યારે વડાપ્રધાન રેલીમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમણે અચાનક’ અઝાન ‘સાંભળીને અચાનક અટકી ગયા હતા. જેના કારણે જનતા આશ્ચર્યચકિત થઈ ગઈ. અમારા વડાપ્રધાને આમ કરીને મારા હૃદયને સ્પર્શી લીધું અને હું તેમનો પ્રશંસક બની ગયો. ”જ્યારે જમ્મુ -કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કર્યા બાદ અને 2019 માં તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ થયેલા ફેરફારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે શાહે કહ્યું કે પરિવર્તન દેખાય છે કારણ કે પીએમ મોદીનું ધ્યાન જમ્મુ કાશ્મીર પર છે.