ગાંધીનગરઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં હતા. જે બાદ તેઓ મહાત્મા મંદિર ગયા હતા. જ્યાં તેમણે 4400 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તેમજ અમૃત આવાસોત્સવનું લોકાર્પણ કરાયું હતું. વડાપ્રધાનને લાભાર્થીઓને ઘરના ઘરની ચાવી આપી હતી અને તેમની સાથે વડાપ્રધાને ગુજરાતી ભાષામાં સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગ્રે વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમારા માટે રાષ્ટ્ર નિર્માણ એ નિરંતર ચાલતુ મહાયજ્ઞ છે ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બનવાને ગણતરીના મહિના થયાં છે, તેમ છતા વિકાસના કામો તેજગતિએ થઈ રહ્યાં છે. રાજ્યની ભાજપની સરકારે વંચિતો માટે અનેક મહત્વના નિર્ણય કર્યો છે. રાજ્યમાં 25 લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અપાયાં છે, 2 લાખ સગર્ભ મહિલાઓને માતૃવંદન કાર્યક્રમનો લાભ મળ્યો છે. ચાર નર્સિંગ કોલેજની મંજૂરી મળી છે, આમ ગુજરાતની ડબલ એન્જિનની સરકાર બમણી ગતિએ કામ ચાલી રહ્યું છે.
દેશમાં નવ વર્ષમાં જે પરિવર્તન થઈ રહ્યું છે તેનો દેશની જનતા અહેસાસ કરી રહી છે, પહેલા વિકાસના અભાવને પગલે પ્રજા માનતી હતી કે અમારુ જીવન સામાન્ય રહેશે. જો કે, આવી નિરાશાથી દેશ બહાર આવી રહ્યો છે, અમારી સરકાર તમામ અભાવ દુર કરીને દરેક ગરીબ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર લાભાર્થીઓ પાસે ખુદ થઈ રહી છે. સરકારની કામગીરીથી ભ્રષ્ટાચાર અને ભેદભાવ દુર થયાં છે. અમારી સરકાર ધર્મ અને જાતિને જોયા વગર વિવિધ યોજનાના લાભ આપી રહી છે. જ્યારે તમામની સુવિધા અને હક્ક માટે કામ કરો છો તે તેનાથી મોટુ સામાજીક ન્યાય કંઈ નથી હોતું. થોડા સમય વહેલા 40 હજાર લાભાર્થીઓને પોતાના ઘર મળ્યાં છે. તમામ પરિવારનું આત્મવિશ્વાસ પેદા થાય તો સમાજને શક્તિ મળે છે. જુની નીતિઓ ઉપર ચાલતા દેશનું ભાગ્ય બદલાનું નથી, પહેલાની સરકાર કેવી રીતે કામ કરતી અને આજે અમે કેવી રીતે કામ કરી રહ્યાં છે તે જોવાનું જરુર છે. 10થી 12 વર્ષ પહેલાના આંકડા અનુસાર ગ્રામીણ વિસ્તારમાં 75 પરિવાર સાથે શૌચાલય ન હતું. વર્ષ 2014 પછી અમે ગરીબોના ઘરને પાકા છતની સાથે ઘરને ગરીબી સામેની લડાઈનું આધાર બન્યું હતું. આજે સરકારને બદલે લાભાર્થી નક્કી કરે છે કે પીએમ આવાસ યોજના હેઠળ તેમનું ઘર કેવુ બનશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે દેશમાં 20 શહેરોમાં મેટ્રો દોડી રહ્યાં છે, અમદાવાદ-ગાંધીનગર જેવા ટ્વીન સિટી વંદેભારત સાથે જોડાયાં છે. દેશમાં સ્વચ્છ હવા મળે તે માટે કામ કરવામાં આવે છે. વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કામ કરવામાં આવ્યું છે. આજે 75 ટકા વેસ્ટ પ્રોસેસ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર કચરાના પહાળને દુર કરવાનું કામ કરી રહી છે. 15000 ગામ અને 250 જેટલા શહેરોમાં શુધ્ધ પીવાનું પાણી પહોંચ્યો છે. ગુજરાતની જનતાએ અમૃત સરોવરમાં જેવી ભાગીદારી કરી છે જેવી જ રીતે વિકાસની ગતિમાં ભાગીદાર બનવું જોઈએ.