Site icon Revoi.in

યુક્રેનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, મોદી અને ઝેલેસ્કી ગળે લાગ્યાં

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ટથી સીધા યુક્રેન પહોંચ્યાં હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ ઉપરાંત તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેસ્કીને મળ્યાં હતા. બંને મહાનુભાવો એક-બીજાને ગળે લાગીને અભિવાદન કર્યું હતું. એટલું જ નહીં જેલેસ્કીના ખભા ઉપર હાથ મુકીને સમગ્ર પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

યુક્રેનની આઝાદી બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર મુલાકાત લઈ રહ્યાં છે. બંને નેતાઓએ કિવમાં મેર્ટિરોલોજિસ્ટ પ્રદર્શનની મુલાકાત લઈને બાળકોની સ્મૃતિનું સન્માન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી કિવમાં મેર્ટિરોલોજિસ્ટ પ્રદર્શનમાં એકબીજાને ઉષ્માપૂર્ણ રીતે મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે યુક્રેન-રશિયા યુદ્ધ મુદ્દે ચર્ચા થશે.

યુક્રેન પ્રવાસને લઈને પીએમ મોદીએ એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, કીવમાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. બાપુના આદર્શ સાર્વભોમિક છે અને લાખો લોકોને આશા આપે છે. આપણે તમામ માનવતા માટે તેમના દર્શાવેલા માર્ગ ચાલી શકીએ છીએ. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “આજે કિવમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મેં એ બાળકોની સ્મૃતિનું સન્માન કર્યું કે જેમના જીવ રશિયન આક્રમણમાં ગયા હતા. દરેક દેશના બાળકો સલામતી સાથે રહેવાને લાયક છે. આપણે આ શક્ય બનાવવું જોઈએ.”

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના પ્રવાસે પહોંચ્યાં છે. જેથી દુનિયાના મોટાભાગના દેશોની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ઉપર મંડાયેલી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ યુદ્ધને ખતમ કરવામાં મોદી જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવી પણ દુનિયાના વિવિધ દેશોને આશા છે.