Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન પારદર્શક છે અને અંગત કંઈ નથીઃ અમિત શાહ

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન હંમેશાથી સાર્વજનિક રહ્યું છે. પીએમ મોદીએ હંમેશાથી પ્રશાસનને ઉંડાણપૂર્વક સમજ્યાં છે. પીએમ મોદી સાર્વજનિક જીવન ત્રણ હિસ્સા જોઈ શકાય છે. પહેલો કાર્યખંડ ભાજપમાં આવ્યા બાદ સંગઠાત્મક કામ કર્યું, બીજુ ગુજરાતના મુખ્યમંત્રી કાળ અને ત્રીજો રાષ્ટ્રીય રાજકારણમાં આવીને તેઓ વડાપ્રધાન બન્યાં છે. તેમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં 20 વર્ષ પૂર્ણ થવા મુદ્દે સરકારી ન્યૂઝ ચેનલ સંસદ ટીવીને એક કાર્યક્રમમાં કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણેય કાળ પડકારજનક રહ્યાં છે. જ્યારે મોદીને ભાજપમાં મોકલવામાં આવ્યાં, તેઓ સંગઠન મંત્રી બન્યા તે સમયે ભાજપની સ્થિત યોગ્ય ન હતી. ગુજરાત પહેલાથી ભાજપ માટે અનુકુળ રાજ્ય ન હતું. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમમે ધૈર્યપૂર્ણ રીતે પ્રશાસનની કામગીરીને ઉંડાણપૂર્વક સમજ્યાં અને વિશેષજ્ઞોને પ્રશાસન સાથે જોડી અને તેમની ચીજને યોજનામાં ફેરવી અને આ યોજનાઓને લોકો સુધી પહોંચાડી હતી. ગુજરાતમાં સૌથી વધારે આદિવાસી ઉપેક્ષિત હતા. કોંગ્રેસે તેમનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો પરંતુ ક્યારેય તેમના સુધી વિકાસના પહોંચ્યો ન હતો. નરેન્દ્ર મોદીએ પ્રથમવાર 2003ના બજેટમાં તમામ અસ્તવ્યસ્ત યોજનાઓને જોડી અને સંવિધાન અનુસાર તેમની જનસંખ્યા અનુસાર તેમનો અધિકાર આપ્યો. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સફળ મુખ્યમંત્રી કાળમાં દેશની જનતાને તેમનામાં આશાનું કિરણ જોવા મળ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પીએમ મોદી જોખમ લઈને નિર્ણય લેવા હોવાની વાત સાચી છે. તેમનું માનવું છે અને કેટલીકવાર તેમણે કહ્યું છે કે, અમે દેશ બદલવા માટે સરકારમાં આવ્યાં છીએ, માત્ર સરકાર ચલાવવા માટે નહીં. અમારુ લક્ષ્ય દેશમાં પરિવર્તન લાવવાનું છે. 130 કરોડની પ્રજાવાળો વિશ્વના સૌથી મોટી લોકશાહીને દુનિયામાં એક સમ્માનજનક સ્થાન ઉપર પહોંચાડવાનું છે. પીએમ મોદી ડરતા નહીં હોવાનું કારણ એ છે કે, સત્તામાં રહેવાનો તેમનું લક્ષ્ય નથી. એક માત્ર લક્ષ્ય રાષ્ટ્ર પ્રથમને લઈને તેઓ ચાલે છે. પીએમ મોદીએ દેશની મોટાભાગની સમસ્યાઓ પારંપરિક વિચારથી અગલ થઈને નિર્ણય કર્યાં.

નરેન્દ્ર મોદી બારતના વડાપ્રદાન બનતા પહેલા દેશ તમામ ક્ષેત્રમાં સતત નીચે જતું હતું. દુનિયામાં કોઈ સમ્માન ન હતું, દેશની બાહ્ય અને આંતરિક સુરક્ષા લચર હતી. આ પરિસ્થિતિમાં પીએમ મોદીએ વડાપ્રધાનનું પદ સંભાળ્યું અને આજે આપણે જોઈએ છે કે, સાત વર્ષમાં અંદર તમામ વ્યવસ્થાઓ પોત-પોતાની જગ્યાએ યોગ્ય છે. આઝાદી બાદ ભારતના લોકતંત્રમાં પીએમ મોદીએ એક રાજનૈતિક વ્યક્તિ છે જેની ઉપર દરેક પ્રકારના આરોપ લગાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ એક પણ સિદ્ધ થઈ શકી નથી. તેનું એક કારણ છે કે, પીએમ મોદીનું જીવન પારદર્શી છે, અંગત કીં નથી, આ જ તેમની તાકાત છે. તમામ વિરોધ વચ્ચે તેઓ વધારે મજબુત બન્યા છે. લોકતંત્રમાં આનાથી મોટી ઉપલબ્ધી શું હોઈ શકે કે, કોઈ વ્યક્તિ કડક નિર્ણય લે છે અને દેશની જનતા ચટ્ટાનની જેમ તેમની સાથે ઉભી છે.