Site icon Revoi.in

અફઘાનિસ્તાન સંકટ પર પીએમ મોદીએ યોજી બેઠકઃ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ગૃહમંત્રી શાહ પણ હાજર રહ્યા

Social Share

દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં તાલિબાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે,અફઘાન પર હુમલો કરીને જે રીતે તાલિબાને આતંક ફેલાવ્યો છે તે વાતની સતત નિંદા થઈ રહી છે, ત્યારે વિતેલા દિવસને બુધવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાન મુદ્દે એક ખાસ બેઠક યોજી હતી. આ દરમિયાન તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.

પીએમ મોદીની આ બેઠક એવા સમયે યોજાઈ હતી કે જ્યાકે ભારતીય રાજદ્વારી એક દિવસ પહેલા તાલિબાનીઓને મળ્યા હતા.મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે આ બેઠક ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.

આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેટલાક ઉચ્ચ અધિકારીઓ સહીત ઉચ્ચ સ્તરીય સમૂહનું ગઠન પણ કર્યું હતું, અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી સ્થિતિ પર આ રચવામાં આવેલું સમૂહ દરરોજ બેઠક કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પીએમ મોદીએ સમૂહને નિર્દેશ આપ્યા છે કે તે પહેલા અફઘાનિસ્તાનમાં ભારતની તાત્કાલિક પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે.

તાલિબાનને માન્યતા આપવાને લઈને ભારત પોતાનું  વલણ સ્પષ્ટ કરવાની ઉતાવળ નથી. સરકારી સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર અત્યાર સુધી તાલિબાનોએ ભારતીય નાગરિકો અને ત્યાં હિન્દુ-શીખ લઘુમતીઓને નિશાન બનાવ્યા નથી. પરંતુ અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈનિકો પરત લવાયા બાદ હવે તાલિબાન ટૂંક સમયમાં સરકાર બનાવશે અને ત્યારબાદ ઘણા મુદ્દાઓ પર તેનું વાસ્તવિક વલણ સ્પષ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે તાલિબાન હાલ તો ભારતને કોઈ રિતે નુકશાન કરવાની યોજના નથી બનાવી રહ્યું પરંતુ દેસની સરકાર તાલિબાનની સરકાર બન્યાની રાહ જોશે ત્યારે બાદ જ પોતાનું વલણ સ્પષ્ટ કરશે.