Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર મુદ્દે આજે  સર્વપક્ષીય નેતાઓ સાથે પીએમ મોદીની બેઠક – પ્રદેશમાં સુરક્ષાને લઈને 48 કલાકનું  હાઈ એલર્ટ

Social Share

 

દિલ્હીઃ- આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જમ્મુ કાશ્મીર મુદ્દે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રદેશમાંથી કલમ  370 નાબૂદ થયા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરના 8 પક્ષોના 14 નેતાઓ સાથે વાતચીત કરશે.આ બેઠક આજરોજ બપોરે 3 વાગ્યે દિલ્હી સ્થિત પીએમ નિવાસ સ્થાન પર રાખવામાં આવી છે

આ યોજાનારીબેઠકમાં ગુલામ નબી આઝાદ, ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી ઉપરાંત ઉમર અબ્દુલ્લા, કવીન્દ્ર ગુપ્તા, નિર્મલ સિંહ, રવિન્દ્ર રૈના જેવા દિગ્ગજ નેતાઓ સામેલ થવાની શક્યતાઓ  છે.જો કે હાલ બેઠકનો એજન્ડા ખાનગી રાખવામાં આવ્યો છે.

આજ રોજ ગુરુવારે યોજાનારી આ બેઠક પહેલા પ્રદેશમાં અનેક ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે,  આતંકીઓના કાવતરાને ધ્યાનમાં રાખતા અહીં ૪૮ કલાક માટે એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ ઇન્ટરનેટ સેવાને પણ હાલ પુરતી બંધ કરવામાં આવી છે.આ સાથે જ એલઓસીથી લઈને લાલચોક સુધી કડક  જનર રાખવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના હાલાત પર કેન્દ્રીય એજન્સીઓની પણ બાજ નજર છે. આ સહીત પાકિસ્તાન તરફથી પણ નિયંત્રણ રેખા પર કોઈ નાપાક હરકત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.