31 મેના રોજ શિમલામાં PM મોદીનો મેગા રોડ શો,50 હજાર લોકોને કરશે સંબોધન
- કેન્દ્ર સરકાર 30 મેના રોજ પોતાના કાર્યકાળના આઠ વર્ષ કરશે પૂર્ણ
- 31 મેના રોજ શિમલામાં PM મોદીનો મેગા રોડ શો
- 50 હજાર લોકોને કરશે સંબોધન
લખનઉ:કેન્દ્ર સરકાર 30 મેના રોજ પોતાના કાર્યકાળના આઠ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે.આ પ્રસંગે શિમલામાં રિજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી ઐતિહાસિક બની રહેશે.આ માહિતી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપે આપી હતી.તેમણે કહ્યું કે,કેન્દ્રમાં મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા પર 31 મેના રોજ રિજ પર યોજાનારી રેલી ઐતિહાસિક હશે.કેન્દ્ર સરકારનો કાર્યકાળ ઐતિહાસિક રહ્યો છે.ભાજપે ભારતની જનતાને મજબૂત, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે.
કશ્યપે કહ્યું કે,વડાપ્રધાન 31 મેના રોજ એક વિશાળ રેલીમાં ભાગ લેશે. આ રેલી ઐતિહાસિક રિજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, આ રેલી અમારી કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન દેશભરના શિમલાના 17 લાખ લાભાર્થીઓને સંબોધિત કરશે. આ જાહેર સભા ઐતિહાસિક હશે અને હિમાચલ પ્રદેશ આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પોતાને ભાગ્યશાળી માને છે.
તેમણે કહ્યું કે ભાજપ આ કાર્યક્રમને ભવ્ય બનાવશે, જેમાં શિમલા સંસદીય ક્ષેત્રના 50,000 લોકો ભાગ લેશે. વિશ્વભરના દર્શકો આ કાર્યક્રમ નિહાળશે.તેમણે કહ્યું કે,આ હિમાચલ માટે ચૂંટણીનું વર્ષ છે અને મોદીની જાહેરસભા અમારા કાર્યકરોનું મનોબળ વધારશે.વડાપ્રધાન મોદી સીટીઓ શિમલાથી શરૂ થનારા રોડ શોમાં પણ ભાગ લેશે.