- આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોઘી દિવસ
- પીએમ મોદીએ દેશવાસીઓને આપ્યો સંદેશ
દિલ્હીઃ-વિશ્વભરમાં હાલ જે રીતે આતંકી ઘટનાઓ વધી રહી તે જ રીતે નશીલા પ્રદાર્થોનું સેવન મોટા પાયે વધતું જોવા મળી રહ્યું છે. તે સાથે જ આ પ્રકારના પ્રદાર્થોને લઈને તસ્કરી પણ વધતી જોવા મળી રહી, આતંકવાદ બાદ આ બીજુ દૂષણ સાબિત થાય છે, ત્યારે આજ રોજ સમગ્ર વિશ્વભરમાં ડ્રગ્સ વિરોધી દિનની ઉજવણી થઈ રહી છે.
આજ રોજ સમગ્ર વિશ્વભરમાં નશીલી દવાઓનો દૂરઉપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધના આંતરરાષ્ટ્રી દિવસ પરદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ટ્વિટ કરીને એક સંદેશ આપ્યો છે.
Today, on International Day against Drug Abuse and Illicit Trafficking, I laud all those working at the grassroots to eliminate the menace of drugs from our society. Every such effort to #SaveLives is vital. After all, drugs bring with it darkness, destruction and devastation. pic.twitter.com/1wVCFkcmNX
— Narendra Modi (@narendramodi) June 26, 2021
પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યું છે કે, “નશીલી દવાઓનો દૂર ઉપયોગ અને ગેરકારયદેસ તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ પર આજે હું એ તમામા લોકોની સરહાના કરું છું જે આપણા સમાજમાંથી ડ્રગના જોખમને દૂર કરવા માટે પાયાના સ્તર પર કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે કોઈના જીવનને બચાવવા તમામ પ્રયત્નો મહત્વપૂર્ણ છે”.