દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ્રોલ અને રાંધણ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ગુહિણીઓના બજેટ ખોરવાયાં છે. ભાવ વધારાના કારણે અનેક લોકોમાં કેન્દ્ર સરકારની સામે નારાજગી ફેલાઈ છે. જો કે, આગામી વર્ષે ઉત્તરપ્રદેશ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન આ પાંચ રાજ્યોમાં કરાયેલા એક સર્વે અનુસાર અહીંના જનતામાં હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ જોવા મળી હતી.
એબીપી-સી વોટર-આઈએએમએસ વેટલ ફોર ધી સ્ટેટસનાં સર્વેમાં કરાયો હતો. દરમિયાન આગામી વર્ષે 5 રાજયો પંજાબ, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, ગોવા અને મણીપુરમાં પીએમ મોદી હજુ પણ વડાપ્રધાન પદ માટે સર્વશ્રેષ્ઠ ઉમેદવારનું પ્રજાએ માન્યા હતા છે. રાહુલ ગાંધી, પૂર્વ પીએમ મનમોહનસિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ અને દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલ જેવા મુખ્ય નેતાઓથી નરેન્દ્ર મોદી ઘણા આગળ છે. ભારતની વાત કરીએ તો 41 ટકા લોકોએ મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે. જયારે 11.3 ટકાએ રાહુલ ગાંધી, 7.5 ટકા લોકોએ કેજરીવાલ, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને યુપીના સીએમ યોગી આદીત્યનાથને 5.2 અને 2.8 ટકા લોકો પીએમ તરીકે જોવા માંગે છે.
ગોવામાં સૌથી વધુ લોકો મોદીને પસંદ કરે છે. ગોવામાં 48 ટકા, ઉતરાખંડમાં 46.5 ટકા, મણીપુરમાં 41.5 ટકા, ઉતર પ્રદેશમાં 40.7 ટકા અને પંજાબમાં 12.4 ટકા મતદાતા મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કરે છે. પંજાબમાં સર્વેમાં કેજરીવાલે બાજી મારી છે.23.4 ટકા લોકો કેજરીવાલને સર્વશ્રેષ્ઠ ઉમેદવાર તરીકે પસંદ કરે છે.