PM મોદીનો આજે મુંબઇમાં રોડ શો, સંભવિત ભીડને ધ્યાને રાખી અનેક જગ્યાએ રૂટ ડાયવર્ઝન અપાયું
લોકસભા ચૂંટણીને લઇને PM મોદી દેશભરમાં જોર-શોરથી વિશાળ રેલીઓને સંબોધી રહ્યા છે, તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. મહારાષ્ટ્રમાં પ્રચાર અંતર્ગત આજે મુંબઇમાં તેમનો રોડ શો યોજાશે.. મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે ‘મેગા પ્લાન’ તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મેના રોજ મુંબઈની છ સીટો પર પ્રચાર માટે મુંબઈ આવશે અને ત્યારે પણ તેમનો રોડ શો યોજાશે. મોદીનો ઈશાન મુંબઈ રોડ શો 15 મેના રોજ યોજાશે. આ ઉપરાંત 17મીએ મુંબઈમાં તેમની પ્રથમ જાહેર સભા યોજાશે.
વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
વડાપ્રધાનના રોડ શો માટે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રોડ શો માટે આવનારી ભીડને જોતા ઘણી જગ્યાએ રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. આ માટે મુંબઈ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. એલ.બી.એસ. ગાંધીનગર જંકશનથી નૌપાડા જંક્શન અને મેઘરાજ જંકશનથી આરબી કદમ જંકશન સુધીનો મેહુલઘાટકોપર રોડ પરનો રસ્તો બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી તમામ માટે બંધ રહેશે.
મુંબઇના આ રસ્તાઓ આજે બપોરે 2 થી 10 વાગ્યા સુધી બંધ રહેશે
એલબીએસ રોડ પર ગાંધી નગર જંકશનથી નૌપાડા જંકશન સુધી
મેઘરાજ જંકશનથી મેહુલ-ઘાટકોપર રોડ પર આરબી કદમ જંકશન સુધી.
ઘાટકોપર જંક્શનથી સાકીનાકા જંક્શન સુધી અંધેરી ઘાટકોપર લિંક રોડ
હિરાનંદાની કૈલાશ કોમ્પ્લેક્સ રોડ થી ગુલાટી પેટ્રોલ પંપ જંકશન
ગોલીબાર મેદાન અને ઘાટકોપર મેટ્રો સ્ટેશન (વેસ્ટ) થી સર્વોદય જંક્શન તરફ
આ પણ વાંચોઃ કેજરીવાલના સાથીએ સ્વાતિ માલીવાલ સાથે કર્યું હતું આવું, AAPએ સ્વીકારી ભૂલ, લેશે કડક એક્શન
મિહિર કોટેચા છે અહીં ભાજપના ઉમેદવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘાટકોપરથી મુલુંડ સુધી રોડ શો કરશે. જ્યાં આઉટગોઇંગ સાંસદ મનોજ કોટકની ટિકિટ કાપીને મિહિર કોટેચાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મિહિર કોટેચા ઉદ્ધવ જૂથના ઉમેદવાર સંજય દિના પાટિલ સામે ચૂંટણી લડી રહ્યા છે.