PM મોદીનો દેશવાસીઓ સાથેનો ખાસ સંબંધ,જનતા વચ્ચે રહેવાની કેળવી છે કુશળતા,આજે વિશ્વભરમાં લોકપ્રિય નેતા તરીકે બન્યા છે જાણીતા
- પીએમ મોદીનો આજે 72મો જમ્નદિવસ
- સીએમ થી વઈને પીએમ સુધીનો સફર ખેડવી બન્યા લોકલાડીલા નેતા
આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો 72 મો જન્મદિવસ છે ત્યારે એક પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીએ ઘણી પ્રસંશા અને લોકપ્રિયતા મેળવી છે, દેશમાં કોઈ પણ સમસ્યા આવી પડે ત્યારે પીએમ મોદી જનતાના સતત સંપ્રકમાં રહે છેસદેશવાસીઓને અવાર નવાર સંબોધિત કરીને તેમને હિમ્મત અને પ્રોત્સાહન પુરુ પાડે છે,આ સાથે જ જનતા પાસે અનેક સુઝાવ માંગીને જનતાની મનની નવાતો પણ સાંભળે છે અને એટલે જ તો તેઓ માત્રે દેશના લોકોના જ નહી વિદેશના લોકોના પણ લોકપ્રિય નેતા છે.
આ સાથે જ પીએમ મોદીમાં સંગઠનાત્મક ક્ષમતા છે, તે કોઈ દૈવી શક્તિ વિના શક્ય નથી. જનતામાં તેમની લોકપ્રિયતા, તેમની સાથે વાતચીત, દેશની નાડી પર મજબૂત પકડ, સામાન્ય માણસની મુશ્કેલીઓની જમીની જાણકારીએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ નેતાઓને તેમણે આ બાબતે પછાડી દીધા છે.
આ સાથએ જ વર્ષ 2001 થી 2014 સુધી ગુજરાતના સીએમ અને પછી 2014 સુધી સતત પીએમ પદ જાળવીવ રાખવું એક એક મહાનવ્યક્તિની જ નિશાની છે,પીએમ મોદી સતત જનતાના પડખે રહીને તેની જરુરીયાતોને સમજે છે.
આ પહેલા તેમની તુલના મહાત્મા ગાંધી સાથએ પણ થઈ છે કે જો કોઈ જનતાના દ્હય સુધી પહોંચી શકતું હોય તો તે ગાંઘી પછી મોદીજી છે, મોદીની લોકપ્રિયતા આ સમયે દેશમાં સૌથી વધુ છે. ભૂતકાળમાં જઈએ તો, મહાત્મા ગાંધી અને પછી લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી એવા નેતા હતા જેમનો જનતા સાથે સીધો સંબંધ હતો. આઝાદીની ચળવળમાં એક સમયે મહાત્મા ગાંધીના કહેવાથી શેરીઓ લોકોથી ભરાઈ જતી હતી. વડીલો, મહિલાઓ બાળકોને મૂકીને ગાંધીજીને અનુસરતા.ત્યારે આજે મોદીની લોકપ્રિયતા આ રીતે જોવા મળી રહી છે જે તે સમયમાં ગાંધીજીની હતી.