Site icon Revoi.in

‘કોંગ્રેસ નેતાઓમાં અપશબ્દો બોલવાની સ્પર્ધા’, ‘રાવણ’ વાળા નિવેદન પર કોંગ્રેસને PMનો જવાબ

Social Share

અમદાવાદઃ- આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો યોજાઈ રહ્યો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી મોદી પણ આજે અને કાલે એમ બે દિવસ ગુજરાતમાં છે,તેઓ અનેક જનસભાઓ સંબોંઘી રહ્યા છે ત્યારે આજરોજ પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પલટવાર કર્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીે આજે ગુજરાતના કલોલમાં એક જાહેર સભાને સંબોધી હતી. તેમણે આ દરમિયાન કહ્યું કે 2014 પહેલા કોઈએ વિચાર્યું નહોતું કે ભારત મોબાઈલ ફોનમાં આટલી  મોટીલક્રાંતિ લાવશે. 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે મોબાઈલ ફોન બનાવવાની બે ફેક્ટરીઓ હતી, આજે 200થી વધુ છે.આ રીતે પીએમ મોદીએ ક્રાંતિની વાત કરી હતી.

તાજેતરમાં કોંગ્રેસ દ્રારા પીએમ મોદીને રાવણ કહેવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પલટવાર કર્યો છે અને વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પણ રામ સેતુને નફરત કરે છે. કોંગ્રેસમાં પીએમ પદને બદનામ કરવા માટે કોણ સૌથી વધુ અપશબ્દો બોલે તેની કોંગ્રેસમાં  સ્પર્ધા ચાલી રહી છે. તેમણે રાવણ અને હિટલર વિશેના નિવેદન અંગે આ વાત કહી.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને ખબર નથી આ રામભક્તોનું ગુજરાત છે. રામભક્તોની સામે એમના પાસે બોલાવડાવવામાં આવ્યું કે, તમે મોદીને 100 માથાવાળો રાવણ કહો. કોંગ્રેસ રામના અસ્તિત્વને જ સ્વીકાર કરતી નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના ‘શું મોદી પાસે રાવણની જેમ 100 મોઢાં છે? તેમ કહીને વિવાદમાં આવ્યા હતા.ત્યારે આજરોજ ગુજરાતમાં ભરી સભામાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે.