Site icon Revoi.in

પીએમ મોદીનો સિડની સંવાદઃકહ્યું , ‘વિશ્વ પરિવર્તનના એક મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, પડકારને તક તરીકે લેવી પડશે’

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ ગુરુવારે  સિડનીમાં દેશના પ્રોદ્યોગિકી વિકાસ અને ક્રાંતિના વિષય પર પોતાના વિચારો રજૂ કરતું સંબોધન કર્યું હતું  આ સિડની સંવાદ 17થી 19 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આ ઓસ્ટ્રેલિયાની સામરિક નીતિ સંસ્થાનની એક પહેલ છે.

આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતના લોકો માટે આ ખૂબ જ સન્માનની વાત છે કે તમે મને સિડની ડાયલોગને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું. જેને હું ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને ઉભરતા ડિજિટલ વિશ્વમાં ભારતની કેન્દ્રીય ભૂમિકાની માન્યતા તરીકે જોઉં છું. તેમણે વધુમાં કહ્યું કે વિશ્વ પરિવર્તનના એક મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, તેથી પડકારને તક તરીકે લેવી પડશે.

હકીકતમાં કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજનેતાઓ, ઉદ્યોગ હસ્તિઓ સહિત સરકારી પ્રમુખોની વ્યાપક ચર્ચા, નવા વિચાર રજુ કરવાનો છે. સાથે મહત્વપૂર્ણ ટેક્નોલોજીથી ઉત્પન્ન પ્રસંગો તથા પડકારોન સામાન્ય સમજ વિકસિત કરવાની દિશામાં કામ કરવા માટે એક મંચ પર તમામ સાથે જોવા મળ્યા છે

પીએમ મોદીએ કહ્યું કે ડિજિટલ યુગ આપણી આસપાસની દરેક વસ્તુને બદલી રહ્યો છે. રાજનીતિ, અર્થતંત્ર અને સમાજની નવી વ્યાખ્યા  તેણે આપી છે. તે સાર્વભૌમત્વ, શાસન, નૈતિકતા, કાયદો, અધિકારો અને સુરક્ષા પર નવા પ્રશ્નો ઉભા કરી રહી છે. તે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા, શક્તિ અને નેતૃત્વને ફરીથી આકાર આપી રહ્યું છે

આ સાથે જ  PM એ કહ્યું કે ટેક્નોલોજી વૈશ્વિક સ્પર્ધાનું મુખ્ય સાધન બની ગયું છે, તે ભવિષ્યની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવાની ચાવી છે. ટેકનોલોજી અને ડેટા નવા હથિયાર બની રહ્યા છે. લોકશાહીની સૌથી મોટી તાકાત નિખાલસતા છે. આપણે પશ્ચિમના હિતોને તેનો દુરુપયોગ ન થવા દેવો જોઈએ.