Site icon Revoi.in

આ વર્ષ દરમિયાન પીએમ મોદીની તેલંગણાની ત્રીજી મુલાકાત – 6,100 કરોડના પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ,

Social Share

 

હૈદરાબાદઃ- પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગણાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે આજે વહેલી સવારે તેઓ વારાણસીથી તેલંગણઆ માટે રવાના થયા હતા વર્ષ 2023 દરમિયાન પીએમ મોદીની તેલંગણાની આ ત્રીજી મુલાકાત છે  આજે તેલંગાણાના વારંગલની મુલાકાતે છે.

આજરોજ સવારે તેલંગાણાના વારંગલ પહોંચ્યા બાદ તેમણે ભદ્રકાલી મંદિરમાં પ્રાર્થના  અર્ચના હતી. ત્યારબાદ તેમણે રાજ્ય માટે આશરે રૂ. 6,100 કરોડના માળખાકીય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.

આ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે. આ વર્ષે પીએમ મોદીની ચૂંટણીલક્ષી રાજ્ય તેલંગાણાની આ ત્રીજી મુલાકાત છે. આ પહેલા તેઓ જાન્યુઆરી-એપ્રિલમાં તેલંગાણાની મુલાકાતે આવ્યા હતા.

જાણકારી પ્રમાણે પીએમ મોદી એ તેલંગાણામાં રૂ. 500 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર રેલવે વેગન ઉત્પાદન એકમ કાઝીપેટનો શિલાન્યાસ કર્યો. દરમિયાન, તેલંગાણા પોલીસે વારંગલમાં પીએમ મોદીની જાહેર સભા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.
  પ્રધાનમંત્રી દ્વારા 5 હજાર 550 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર એકસો 76 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાંચસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર રેલવે મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કર્યો હતો
 પ્રધાનમંત્રી  નાગપુર-વિજયવાડા કોરિડોરના 108 કિલોમીટર લાંબા મંચેરિયલ-વારંગલ સેક્શનનો પણ શિલાન્યાસ કરશે, જે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરનું અંતર 34 કિલોમીટર જેટલું ઘટાડશે. શ્રી મોદી 68 કિલોમીટર લાંબા કરીમનગર-વારંગલ સેક્શનને બે માર્ગીયમાંથી ચાર માર્ગીયમાં રૂપાંતરિત કરવાના કામનો પણ શિલાન્યાસ કરશે. જેનાથી હૈદરાબાદ-વારંગલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, કાકટિયા મેગા ટેક્સટાઈલ પાર્ક અને વારંગલમાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની કનેક્ટિવિટી સુધરશે.
આ સહીત પ્રધાનમંત્રી કાઝીપેટ ખાતે રેલવે ઉત્પાદન એકમનો શિલાન્યાસ પણ કરશે, જે ઉત્પાદન ક્ષમતામાં સુધારો કરશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે. આગામી કેટલાક મહિનામાં તેલંગાણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.