નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના દ્વારકામાં અંડરવોટર દ્વારકા નગરીમાં પૂજાઅર્ચના કરી હતી. રવિવારે પીએમ મોદીની પૌરાણિક જળમગ્ન દ્વારકા નગરીમાં પાણીની અંદર ભગવાન કૃષ્ણની પૂજા કરતી તસવીરો અને વીડિયો ચર્ચામાં રહ્યા હતા. તો બીજી તરફ સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાત દરમિયાન આહીર જાતિ સુધી પહોંચ બનાવવાની તેમની કોસિશ પર કોઈનું ધ્યાન ગયું નથી.
વડાપ્રધાન મોદીએ આ યાત્રા પૌરાણિક શહેર માટે સબમરીન ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મઝઘાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યાના ઠીક બાદ શરૂ કરી હતી. પોતાની યાત્રા દરમિયાન 4800 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો શુભારંભ પણ કર્યો હતો. તેમાં સુદર્શન સેતુ પણ સામેલ છે, જે દ્વારકા શહેરને બેટ દ્વારકા ટાપુ સાથે જોડે છે.
પીએમ મોદીએ આહીર સમુદાયની મહિલાઓની પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનથી પહેલા ભગવાન કૃષ્ણનું આહવાન કર્યું અને આહીર સમુદાયની મહિલાઓની પ્રશંસા કરી હતી. આહીર હિંદી પટ્ટીમાં યાદવોના સમકક્ષ છે, જે ખુદને ભગવાન કૃષ્ણના વંશજ તરીકે જોવે છે.
આહીરાની એટલે કે આહીર મહિલાઓની તુલના ઓવારણા દૂર કરનારી માતાઓ તરીકે કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષ 23 અને 24 ડિસેમ્બરે યોજાયેલા 37 હજાર આહીર મહિલાઓના મહારાસનો ઉલ્લેખ કર્યો હો. જે ઉષાની યાદમાં કરવાામં આવ્યો હતો. ઉષા ભગવાન કૃષ્ણના પુત્રવધૂ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રોડ શો પણ કર્યો હતો. જ્યાં તેમણે આહીરોને ધન્યવાદ આપ્યા, જે જામનગર લોકસભા બેઠક પર પ્રભુત્વ ધરાવતો સમુદાય છે. આ બેઠક ક્યારેક કોંગ્રેસના વિક્રમ માડમ પાસે હતી. 2014માં આ બેઠક તેમના ભત્રીજી અને ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જીતી હતી. 2019માં પણ પૂનમ માડમ આ બેઠક જીત્યા હતા.
ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી 1976 બાદ કોઈ બિનઆહીરની જીત થઈ નથી
લોકસભા ક્ષેત્રની સાત વિધાનસભા બેઠકોમાંથીકાલાવાડ, જામનગર ગ્રામીણ, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, ખંભાળિયા, દ્વારકા અને જામજોધપુરમાંથી બે પર આહીર ધારાસભ્યો છે. ખંભાળિયામાં 1976 બાદ કોઈ બિનઆહીરની જીત થઈ નથી. સતવારા સમુદાયની સંખ્યા દ્વિતિય ક્રમાંકે સૌથી વધારે છે અને તે ઓબીસી શ્રેણીમાં આવે છે. માનવામાં આવે છે કે સતવારા સમુદાયના વોટર ભાજપનો કોર વોટર ગમાય છે. બ્રાહ્મણો, દ્વારકા અને ઓખાના શહેરી મતદાતાઓ અને અન્ય નાના જાતિ સમૂહોની સાથે ભાજપને એક વિજયી કોમ્બિનેશન પ્રાપ્ત થાય છે. જો કે દ્વારકા સીટ પર આહીરો કોંગ્રેસને સમર્થન આપે છે.
જો કે માનવામાં આવે છે કે પીએમ મોદીની પહોંચ નિશ્ચિતપણે આહીર સમુદાયની સાથે જોડાણ પેદા કરશે. લગફભગ 37 હજારથી વધુ આહીર મહિલાઓએ ગરબા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ તેમની પ્રશંસા કરીને તેમના પરિવારોને પ્રભાવિત કર્યા છે.
ઓબીસી બહુલ માનવામાં આવે છે આ બેઠક
ગુજરાતની જામનગર લોકસભા બેઠક પાટીદારોના પ્રભાવમાં હોવા છતાં કોંગ્રેસ અને બાજપ બંને અહીં આહીરોને મેદાનમાં ઉતારી રહી છે ભાજપના વરિષ્ઠ નેતાનું કહેવું છે કે પાર્ટી આ બેઠકને ઓબીસી બહુલ માને છે. પીએમ મોદીના પૌરાણિક દ્વારકા શહેરમાં ડૂબકી લગાવવાનો સંકેત ભાજપનું લક્ષ્ય મોટા પ્રમાણમાં યાદવ વોટ પ્રાપ્ત કરવાનું પણ હોઈ શકે છે. તતેના પહેલા ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ એક આશ્ચર્યજનક વિકલ્પ તરીકે મોહન યાદવને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા.