- પીએમ મોદીની અમેરિકાની યાત્રા દેશ માટે ફાયદાકારક રહી
- અનેક કંપનીના સીઈઓએ પીએમ મોદી સાથે કરી મુલાકાત
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રાનો શુક્રવારે ચોછો અને છેલ્લો દિવસ હતો આ છેલ્લા દિવસે પીએમ મોદીએ અનેક કંપનીના સીઈઓ સાથે મુલાકાત કરી હતી જેમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને એમેઝોનના સીઈઓ એન્ડ્રુ જસ્સીને તથા બોઇંગના સીઈઓનો સમાવેશ થાય છે આ અગાઉ તેમણે એલન મસ્ક સાથે પણ મુલાકાત કરી હતી, પીએમ મોદીની અમેરિકાની આ યાત્રા ભારતના લોકો માટે ખૂબજ નફાકારક તરીકે જોવામાં આવી રહી છે.
પ્રાપ્ત માબિતી અનુસાર વ્હાઈટ હાઉસ ખાતે જાણીતી કંપનીઓના સીઈઓ સાથે હાઈટેક હેન્ડશેક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતની પ્રતિભા આજે એક સાથે છે. પીએમ મોદીએ બેઠકમાં હાજરી આપવા બદલ રાષ્ટ્રપતિ જો બિડેનનો આભાર માન્યો હતો.
આ મીટિંગમાં સ્ટાર્ટઅપ્સથી લઈને પહેલેથી જ સ્થાપિત કંપનીઓ સુધીની ટેક કંપનીઓના પ્રતિનિધિત્વનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, “આ બંને એક નવી દુનિયા બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.”
આ ,સાથે જ આ ઈવેન્તેટમાં યુેસ રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે ભારત-અમેરિકા સહયોગ માત્ર આપણા પોતાના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. કારણ કે અમારી ભાગીદારી આગામી મોટી સફળતા અથવા સોદા કરતાં ઘણી વધારે છે. તે આબોહવા પરિવર્તનનો સામનો કરવા, બ્રહ્માંડનું અન્વેષણ કરવા, લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા, માટે આપણા નાગરિકોને વાસ્તવિક તકો આપવા અંગે છે.
પીએમ મોદીની એમેઝોનના સીઈઓ સાથે મુલાકાત
એમેઝોનના સીઈઓ એન્ડ્રુ જસ્સીએ પીએમ મોદીને મળ્યા બાદ કહ્યું કે હું ભારતમાં નોકરીઓ સર્જન માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું નાના અને મધ્યમ ઉદ્યોગોને ડિજિટલી સક્ષમ બનવા અને ભારતીય કંપનીઓ અને ભારતીય ઉત્પાદનોને વિશ્વમાં નિકાસ કરવામાં મદદ કરીશ.
આ સાથે જ તેમણે કહ્યું કે એમેઝોન ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. અમે ભારતમાં 11 અબજ ડોલરનું રોકાણ કરી ચૂક્યા છીએ. આ સિવાય અન્ય 15 અબજ ડોલરનું રોકાણ કરવાનો ઈરાદો છે.
પીએમ મોદીની ગુગલના સીઈઓ સુંર પિચાઈ સાથે મુલાકાત
પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે પીએમ મોદીને તેમની સ્ટેટ વિઝિટ દરમિયાન મળવું મારા માટે ગર્વની વાત છે. મેં તેમને કહ્યું કે ગૂગલ ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં 10 ડોરલ બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે ગિફ્ટ સિટી, ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવાની જાહેરાત કરી રહ્યા છીએ. પીએમ મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું સપનું તેમના સમય કરતાં ઘણું આગળ હતું પરંતુ હું જોઈ રહ્યો છું.ઉલ્લેખનીય છે કે આ સિવાય પીએમ મોદીએ વોશિંગ્ટનમાં બોઈંગના સીઈઓ ડેવિડ એલ કેલહૌન સાથે પણ મુલાકાત કરી હતી.