રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પેહલા પીએમ મોદીની અયોધ્યાની મુલાકાત શક્ય ,એરપોર્ટનું કરી શકે છે ઉદ્ઘાટન
અયોધ્યા – અયોધ્યામાં બની રહેલું રામ મંદિર દેશના કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા જાન્યુઆરીમાં યોજાનાર છે જેને લઈને મંદિરના ટ્રસ્ટ દ્વારા અનેક તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જો કે પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોડી પણ હાજર રહવાના છે પરંતુ આ પેહલા પણ પીએમ મોદી આયોધ્યાની મુલાકાત લે તેવી શક્યતાઓ દરશાઈ રહી છે .
મળતી વિગત અનુસાર પેએમ મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા પણ રામનગરી આવી શકે છે. આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પીએમ મોદી 15 ડિસેમ્બરે શ્રી રામ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે અયોધ્યા આવી શકે છે. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટનું નિર્માણ કર્યા પૂર્ણ થવાને આરે છે અહીની ભવ્યતા ખુબજ ખાસ છે આ એરપોર્ટ નું ઉદ્ઘાટન પીએમ મોડી કરી શકે છે . જેના માટે આ મહિનાની 15 તારીખ નક્કી કરવામાં આવી છે. આ પેહલા જ થોડા દિવસ અગાઉ તાજેતરમાં, મુખ્યમંત્રી યોગી અને નાગરિક ઉડ્ડયન મંત્રીએ પણ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે તે 15 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા જ શ્રીરામ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કરવાની યોજના છે. અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદની પ્રથમ ફ્લાઈટ પ્રથમ વિમાન અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હી અને અમદાવાદ માટે ઉડાન ભરશે.
ઈન્ડિગો એરલાઈન્સ આ સેવા શરૂ કરશે. દેશના બાકીના શહેરો માટે અન્ય એરલાઇન્સ સાથે વાતચીત ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે અને બીજા તબક્કાની પૂર્ણાહુતિ બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે.દરમિયાન 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.