Site icon Revoi.in

પીએમ મોદીની ગુજરાતની મુલાકાત  – 2 વર્ષ બાદ  માતાને મળ્યા

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 માર્ચ શુક્રવારના રોજથી ગુજરાતના બે દિલવસીય પ્રવાસે આવી પહોચ્યા છે.આ  સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને માતા હીરાબેનને પણ મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી લગભગ બે વર્ષ બાદ તેમની માતાને મળ્યા હતા. આ પહેલા ઓક્ટોબર 2019માં પીએમ મોદી માતા હીરાબેનને મળવા આવ્યા હતા.

પીએમ મોદીે ગુજરાતની મુલાકાત ત્યારે કરી છે કે જ્યારે દેશના 5 રાજ્યોના ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા તેના બીજે જ દિવસે પીએમ મોદી ગુડરાત આવ્યા છે.ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં શાનદાર સફળતા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદમાં 10 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો.

ત્યાર બાદ વડા પ્રધાને તેમના ગૃહ રાજ્યમાં પંચાયત મહાસંમેલનમાં એક લાખથી વધુ પંચાયત પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા અને કહ્યું કે લોકોએ વિકાસના કારણે યુપી, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપને ફરી તક આપી છે.