ઓમિક્રોનના વધતા કહેરને જોતા પીએમ મોદીની યુએઈની મુલાકાત સ્થગિત કરાઈ
- ઓમિક્રોનના કહેરને લઈને પીએમ મોદી યુએઈ મુલાકાત સ્થગિત
- ફેબ્રુઆરીમાં આ યાત્રા સંભવિત
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે,જેને લઈને અનેક પાબંધિઓ ફરી લાગૂ કરવામાં આવી છે ત્યારે હવે ફ્લાઈટ સેવાથી લઈને જાહેર સ્થળો પર પમ ક્યાક ક્યાક તેની અસર જોવા મળી રહી છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાત અને કુવૈતની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 6 જાન્યુઆરીએ આ દેશની મુલાકાત કરનાર હતા. ત્યારે હવે આ મામલે મળતી માહિતી પ્રમાણે, ઓમિક્રોન કેસની વધતી સંખ્યાને કારણે, મુલાકાત ફરીથી શેડ્યૂલ કરવી પડશે અને સંભવતઃ ફેબ્રુઆરીમાં આ મુલાકાત યોજવામાં આવી શકે છે.
કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન વિશ્વભરમાં ફેલાયો છે અને આ જોખમી પ્રકાર યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપને ખરાબ રીતે અસર કરી રહ્યું છે. યુ.એસ.માં, ઓમિક્રોન હવે ડેલ્ટાને બદલે પ્રબળ વાયરસ સાબિત થયો છે.
ભારતની વાત કરીએ તો, અહીં સ્થિતિ નિયંત્રણમાં છે, દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરના રોજ ઓમિક્રોનની શોધ થઈ ત્યારથી, લગભગ દેશમાં 800 આસપાસ કેસ નોંધાયા છે.તે જ સમયે, અબુ ધાબીની ઇમરજન્સી, ક્રાઇસિસ અને ડિઝાસ્ટર કમિટી અનુસાર, રસીકરણ કરાયેલ વ્યક્તિઓએ તેમના મોબાઇલ-ફોન હેલ્થ એપ પર ગ્રીન સ્ટેટસ હોવું જરૂરી રહેશે, જ્યારે રસી ન અપાઇ હોય તેમને અમીરાતમાં પ્રવેશવા 30 ડિસેમ્બરથી આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ બતાવવાનો રહેશે.