Site icon Revoi.in

બેંગલુરુ પહોંચ્યા પીએમ મોદી,’જય વિજ્ઞાન-જય અનુસંધાન’ના લગાવ્યા નારા

Social Share

બેંગલુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના બે દેશોના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ બેંગલુરુના એચએએલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીં જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું- ‘જય વિજ્ઞાન-જય અનુસંધાન’. હવે વડાપ્રધાન મોદી ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્સમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ આઈએસઓઆર ટીમના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું આપણા ઇસરોનાં વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરવા આતુર છું, જેમણે ચંદ્રયાન-3ની સફળતાથી ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમનું સમર્પણ અને જુસ્સો ખરેખર અવકાશ ક્ષેત્રમાં આપણા દેશની સિદ્ધિઓ પાછળનું ચાલક બળ છે.

પ્રધાનમંત્રી મોદીએ બેંગલુરુમાં એચએએલ એરપોર્ટની બહાર એકત્ર થયેલા લોકોનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે દેશના વૈજ્ઞાનિકો દેશને આટલી મોટી ભેટ આપે છે, આટલી મોટી સિદ્ધિ હાંસલ કરે છે, ત્યારે આ દ્રશ્ય જે હું બેંગલુરુમાં જોઉં છું, મેં ગ્રીસ અને જોહાનિસબર્ગમાં પણ આ જ દ્રશ્ય જોયું.દુનિયાના દરેક ખૂણામાં માત્ર ભારતીયો જ નહીં, પરંતુ જે લોકો વિજ્ઞાનમાં માને છે, ભવિષ્ય જુએ છે, માનવતાને સમર્પિત છે, બધામાં ઉત્સાહ અને ઉમંગ છે.

“તમે લોકો આટલી વહેલી સવારે અહીં આવ્યા હતા. નાના બાળકો, જે ભારતનું ભવિષ્ય છે, તેઓ પણ આટલી વહેલી સવારે અહીં આવ્યા છે. ચંદ્રયાન-3ના ઐતિહાસિક ઉતરાણ સમયે હું વિદેશમાં હતો, પરંતુ મને લાગ્યું કે ભારત જતાં જ હું પહેલા બેંગ્લોર જઈશ. જ્યારે હું ભારત જઈશ ત્યારે સૌથી પહેલા વૈજ્ઞાનિકોને સલામ કરીશ. આ મારા સંબોધનનો સમય નથી, કારણ કે મારું મન વૈજ્ઞાનિકો સુધી પહોંચવા માટે ખૂબ જ ઉત્સુક છે