Site icon Revoi.in

પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી સંપન્ન,ગ્રીસ જવા રવાના

Social Share

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દક્ષિણ આફ્રિકાની તેમની મુલાકાત પૂરી કરી હતી, તેને “ખુબ જ સાર્થક” ગણાવી હતી અને ગ્રીસ જવા રવાના થયા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન મોદીએ 15માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. કોવિડ -19 રોગચાળાને કારણે સતત ત્રણ વર્ષ સુધી વર્ચ્યુઅલ બેઠકો બાદ મોદી બ્રિક્સ નેતાઓની પ્રથમ રૂબરૂ સમિટમાં ભાગ લેવા મંગળવારે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર જણાવ્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાની સાર્થક મુલાકાત પૂર્ણ કરી હતી, જેણે બ્રિક્સની યાત્રામાં એક નવો અધ્યાય ખોલ્યો છે.” વડાપ્રધાન હવે ગ્રીસ જવા રવાના થઇ ગયા છે. ”

વડા પ્રધાન એ કહ્યું હતું કે, “દક્ષિણ આફ્રિકાની મારી મુલાકાત ખૂબ જ ફળદાયક રહી છે. બ્રિક્સ સંમેલન સાર્થક અને ઐતિહાસિક હતું. અમે આ ફોરમમાં નવા દેશોનું સ્વાગત કર્યું છે. અમે વૈશ્વિક હિત માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, લોકો અને સરકારની મહેમાનગતિ બદલ આભાર.

મોદી તેમના ગ્રીક સમકક્ષ ક્રીયાકોસ મિત્સોતાકીસના આમંત્રણ પર શુક્રવારે એથેન્સ પહોંચશે. મોદી ની એથેન્સની મુલાકાત એટલા માટે મહત્વની માનવામાં આવે છે કારણ કે સપ્ટેમ્બર 1983માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ગ્રીસ યાત્રા બાદ કોઇ ભારતીય વડાપ્રધાનના સ્તરે આ પ્રથમ મુલાકાત હશે.