Site icon Revoi.in

PM નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને વાવાઝોડાની માહિતી મેળવી ખબર-અંતર પૂછ્યા

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી હતી. વડાપ્રધાન મોદીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી.

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા પર પોતાનો કાળો કહેર વરસાવી રહ્યું છે. ઠેર ઠેરથી તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. સમગ્ર દેશની નજર રૌદ્રરૂપ ધારણ કરેલી આ આફત પર છે. અને સૌ કોઈ અસરગ્રસ્ત વિસ્તાર માટે ઓછામાં ઓછું નુકસાન થાય તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે. તેવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીતમાં ગુજરાતની હાલની સ્થિતિ વિશે વિગતો મેળવી હતી.

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા પર પોતાનો કાળો કહેર વરસાવી રહ્યું છે. ઠેર ઠેરથી તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. સમગ્ર દેશની નજર રૌદ્રરૂપ ધારણ કરેલી આ આફત પર છે. અને સૌ કોઈ અસરગ્રસ્ત વિસ્તાર માટે ઓછામાં ઓછું નુકસાન થાય તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીતમાં ગુજરાતની હાલની સ્થિતિ વિશે વિગતો મેળવી હતી. કુદરતી આફત સામે ગુજરાતનું ઘરેણું ગણાતા એશિયાટિક સિંહ એટ્લે કે ગીરના સાવજોના પણ ખબર અંતર પૂછ્યા હતા. વડાપ્રધાને ગીરના સિંહ સહિત વન્યપ્રાણીઓની ચિંતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી પટેલ સ્થાનિક વહીવટી તંત્ર અને કેન્દ્રીય બચાવ એજન્સીઓના શીર્ષ અધિકારીઓ સાથે બિપરજોય વાવાઝોડાની પ્રવર્તમાન પરીસ્થિતિનું મોનીટરીંગ કરી રહ્યા છે. આ સિવાય ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, રાપર, લખપત અને ભુજ તાલુકામાં પણ વાવાઝોડાની પ્રચંડ અસર દેખાઈ રહી છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા અને ભાણવડ તાલુકામાં વૃક્ષો ધરાશાયી હોવાના સમાચાર છે. અનેક ગામોમાં વીજપોલ ધરાશાયી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ગાંધીધામમાં વીજ કરંટથી પશુઓનાં મોતના સમાચાર મળી રહ્યા છે. દરિયા કાંઠાના વિસ્તારમાં મોટા પાયે વૃક્ષો પડ્યાં છે.