Site icon Revoi.in

પીએમ નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી

Social Share

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. PM મોદી શનિવારે ક્વાડ સમિટ પહેલા ઝેલેન્સકી સાથે બેઠક કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમને G7 ના શાનદાર આયોજન માટે અભિનંદન આપું છું. G7 શિખર સંમેલનમાં ભારતને આમંત્રણ આપવા બદલ પણ હું તમારો ખૂબ આભારી છું. મેં તમને હિરોશિમામાં આપેલું બોધિ વૃક્ષ તમે વાવ્યું હતું અને જેમ જેમ તે વધશે તેમ તેમ ભારત-જાપાનના સંબંધો વધુ મજબૂત થશે. આ તે વૃક્ષ છે જે બુદ્ધના વિચારોને અમરત્વ આપે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને પીએમ મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવા અને અનાવરણ કરવાની તક આપવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યા પછી ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક મહિલાએ પીએમ મોદીને પટકા પણ પહેરાવ્યા હતા.