આજથી ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની સાબરમતી આશ્રમથી શરૂઆત: પીએમ મોદી ‘સ્વતંત્રતા માર્ચ’ પર લીલી ઝંડી દેખાડશે
- આજથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત
- પીએમ સ્વતંત્રતા માર્ચ પર લીલી ઝંડી દેખાડશે
- પીએમ મોદી અનેક કાર્યક્રમોનું કરશે ઉદ્દઘાટન
- પીએમ સાથે અન્ય નેતાઓ પણ રહેશે હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવવા આઝાદીના અમૃત મહોત્સવને લગતા અનેક કાર્યક્રમોનું ઉદ્દઘાટન કરશે. પીએમ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી સ્વતંત્રતા માર્ચ અથવા પદયાત્રાને લીલી ઝંડી દેખાડશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંસ્કૃતિમંત્રી પ્રહલાદસિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.
નિવેદન મુજબ આ પદયાત્રા સાબરમતી આશ્રમથી નવસારીમાં દાંડી સુધી જતા 81 પદયાત્રાઓની સાથે શરૂ થશે. 241 માઇલની આ યાત્રા 5 એપ્રિલના રોજ 25 દિવસમાં સમાપ્ત થશે. દાંડી જવાના રસ્તે વિવિધ જૂથોના લોકો પદયાત્રામાં જોડાશે. કેન્દ્રીયમંત્રી પ્રહલાદ સિંહ પટેલ 75 કિલોમીટરની પદયાત્રાના પ્રથમ તબક્કાની આગેવાની કરશે. આ કાર્યક્રમ 15 ઓગસ્ટ 2022 ના 75 અઠવાડિયા પહેલા યોજવામાં આવી રહ્યા છે.
પીએમ મોદી આ પ્રસંગે સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલની પણ શરૂઆત કરશે. અને સાબરમતી આશ્રમ ખાતે એક સભાને સંબોધિત કરશે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ શુક્રવારે આવા જ કાર્યક્રમો યોજાશે.
-દેવાંશી