Site icon Revoi.in

PM મોદી 18 નવેમ્બરે ‘નો મની ફોર ટેરર’ વૈશ્વિક સમ્મેલનનું કરશે ઉદ્ઘાટન – ગૃહમંત્રાલય દ્રારા દિલ્હીમાં આયોજન

Social Share

દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારી 18 નવેમ્બરના રોજ દજિલ્હી ખાતે યોજાનાર મની ફોર ટેરર સમ્મનેલનું ઉદ્ધાટન કરશે, પ્રાપ્ત વિગત પ્રમાણે ગૃહ મંત્રાલય 18 અને 19 નવેમ્બરે નવી દિલ્હીમાં ‘નો મની ફોર ટેરર’ પર ત્રીજા મંત્રિ સંમેલનનું આઓજન કરવામાં આવી રહ્યું છે.જ્યાં 75 દેશોના પ્રતિનિધિઓ આતંકવાદ અને આતંકવાદી ધિરાણ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે, વિકાસથી પરિચિત લોકોએ  આ મામલે વિતેલા દિવસને મંગળવારના રોજ માહિતી શેર કરી હતી.

આ સમિટનો આરંભ પીએમ મોદી કરશે આ બેઠક બે દિવસની હશે  બંને દિવસ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર પણ રહેશે અને આ બેઠકના અધ્યક્ષ રહેશે. આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય પેરિસ અને મેલબર્ન માં આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આયોજિત છેલ્લાં બે કોન્ફરન્સમાં આતંકવાદના નાણાંકીયકરણથી સંબંધિત ચર્ચાઓ ને આગળ ધપાવવાનો છે.

આતંકવાદ વિરોધી ધિરાણ અંગેની ત્રીજી મંત્રી સ્તરીય પરિષદ હશે આ અગાઉની આવી બે બેઠકો અનુક્રમે 2018 અને 2019 માં ફ્રાન્સ અને ઑસ્ટ્રેલિયામાં યોજાઈ  ચૂકી હતી  ત્યારે હવે આ ત્રીજાય સ્તરની સમિટિનું આયોજન ભારત દ્વારા 18-19 નવેમ્બરના રોજ તાજ પેલેસ હોટેલમાં આતંકવાદ અને આતંકવાદી ધિરાણના વૈશ્વિક વલણોની ચર્ચા કરવા માટે કરવામાં આવી રહ્યું છે.